અનિલ કપૂરે પોતાના નિર્માણ હેઠળ સૂબેદાર ફિલ્મ શરુ કરી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
અનિલ કપૂરે પોતાના નિર્માણ હેઠળ સૂબેદાર ફિલ્મ શરુ કરી 1 - image


- સોશિયલ મીડિયા પર  ફર્સ્ટ લૂક પ્રગટ કર્યો

- એકનશ ડ્રામામાં પરિવાર અને સમાજ સાથેનો સંઘર્ષ પણ દેખાડાશે ઃ અન્ય કલાકારોની જાહેરાત બાકી 

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: અનિલ કપૂરે પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'સુબેદાર'ની જાહેરાત કરી છે. તે પોતે જ આ એક્શન ડ્રામામાં મુખ્ય ભૂમિકા ભજવશે. 

અનિલ કપૂરે ફિલ્મનો પ્રથમ લૂક સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. તેના કેપ્શન પરથી એ સ્પષ્ટ થાય છે કે અનિલ કપૂર તેમાં મુખ્ય ભૂમિકામા ંહશે. એક લડવૈયાના ઘર તથા સમાજના મોરેચ પણ કેવા પડકારોનો સામનો કરવો પડે છે તેવી વાર્તા હશે. તેમાં પિતા પુત્રી વચ્ચે વિસંવાદની પણ વાર્તા હશે. આથી, અનિલ કપૂરની દીકરીના રોલમાં કઈ અભિનેત્રી હશે તે અંગે અટકળો થઈ રહી છે.  ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત હજુ બાકી  છે.  

આ ફિલ્મનું દિગ્દર્શન સુરેશ ત્રિવેણી કરી રહ્યો છે.



Google NewsGoogle News