Get The App

અનિલ કપૂર વધુ એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
અનિલ કપૂર વધુ એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં 1 - image


- રિતેશ બત્રાની મેચ્યોર રોમેન્ટિક ફિલ્મમાં દેખાશે

- સ્લમ ડોગ મિલિયોનલ અને મિશન ઈમ્પોસીબલ પછી અનિલ કપૂરની ત્રીજી આંતરરાષ્ટ્રીય ફિલ્મ 

મુંબઈ : અનિલ કપૂરને આ વયે પણ નવી ફિલ્મો મળી રહી છે. હવે તેણે એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ સાઈન કર્યો છે. 

આ ફિલ્મના સર્જક  રિતેશ બાત્રા છે. જે ચાર વરસ પછી ફરી સક્રિય થઇ રહ્યા છે. રિતેશ બત્રાની 'લંચ બોક્સ' ફિલ્મ બહુ વખણાઈ હતી. 

આ ફિલ્મમાં એક પરિપકવ રોમેન્ટિક સ્ટોરી હશે. આ ફિલ્મ એક ભારતીય પુરુષ અને એક ફ્રેન્ચ મહિલાના અસામાન્ય સંબંધો પર આધારિત હશે.  

 અનિલ કપૂરને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડતાં જ તેમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી. આ ફિલ્મ ઇન્ડો-ફ્રેન્ચ પ્રોડકશન હેઠળ બનશે અને જ ો બધુ  સમૂસુથરુ ંપારપડશે તો આવતા વરસે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. 

અનિલકપૂરની કારકિર્દીની આ ત્રીજી આંતરરાષ્ટ્રીય  ફિલ્મ બનશે. આ પહેલા તેણે ૨૦૦૮માં 'સ્લમડોગ મિલિયોનર'માં કામ કર્યુ ંહતું તેમજ ૨૦૧૧માં 'મિશન : ઈમ્પોસિબલ'માં કામ કર્યું હતું.


Google NewsGoogle News