અનિલ કપૂર અને નાના પાટેકર હાઉસફુલ-5માં જોવા મળશે

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
અનિલ કપૂર અને નાના પાટેકર હાઉસફુલ-5માં જોવા મળશે 1 - image


- સાચા અર્થમાં કલાકારોથી હાઉસફૂલ  હશે

- હજુ વધુ કલાકારોની જાહેરાતની સંભાવના : આગામી વર્ષે રિલીઝ કરાશે

મુંબઇ : અક્ષય કુમારની 'હાઉસફૂલ ફાઈવ'માં હવે અનિલ કપૂર અને નાના પાટેકરની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મની કાસ્ટમાં વધુ કેટલાક કલાકારોનો ઉમેરો થવાની સંભાવના છે. 

અનિલ કપૂર અને નાના પાટેકરની અદ્ભૂત  કોમેડી જૂગલબંધી 'વેલકમ'માં જોવા મળી હતી. હવે તેઓ 'વેલકમ ફાઈવ'માં પણ ધમાલ મચાવશે. 

 આ ઉપરાંત ફિલ્મ માટે બોબી દેઓલ તથા ચંકી પાંડે સહિતના કેટલાક કલાકારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. 

ફિલ્મના ચાર ભાગની સરખામણીએ પાંચમા ભાગનું બજેટ અનેકગણું વધારે છે અને તેને દરેક રીતે મેગા સ્કેલ પર લઈ જવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે નાના પાટેકરનું કાસ્ટિંગ 'હાઉસફૂલ ફોર' માટે પણ થયું હતું. જોકે,  તે વખતે ચાલેલી મી ટૂ મુવમેન્ટ દરમિયાન તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય શોષણના આરોપો મુક્યા હતા. તેને પગલે નાનાએ આ ફિલ્મ છોડવી પડી હતી. 


Google NewsGoogle News