Get The App

અનન્યાની પહેલી વેબ સીરિઝ આગામી સપ્ટે.માં રીલીઝ થશે

Updated: May 29th, 2024


Google News
Google News
અનન્યાની પહેલી વેબ સીરિઝ આગામી સપ્ટે.માં રીલીઝ થશે 1 - image


- અનન્યા ઓટીટીમાં પણ કરણ જોહરના સહારે

- 'કોલ મી' બે વેબ સીરિઝમાં વીર દાસ, મુસ્કાન જાફરી, મીની માથુર સહિતના કલાકારો

મુંબઇ : અનન્યા પાંડેએ પણ અન્ય અભિનેત્રીઓની માફક ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. તેની પ્રથમ વેબ સીરીઝ કોલ મી બે આગામી સપ્ટેમ્બરમાં રીલિજ થવાની છે. આ વેબ સીરિઝ પણ કરણ જોહરે જ બનાવી છે. કરણ જોહરે જ અનન્યાને ફિલ્મોમાં લોન્ચ કરી હતી. હવે એક એકટ્રેસ તરીકે તેની કારકિર્દી બચાવવા માટે કરણે જ તેના માટે આ ઓટીટી સીરિઝ બનાવી છે. 

અનન્યા પાંડેના એક્સ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂરે પણ 'નાઈટ મેનેજર' વેબ સીરિઝમાં કામ કર્યું હતું. હવે અનન્યા પણ ફિલ્મોમાં ખાસ સફળતા ન મળ્યા બાદ ઓટીટીની રાહ પર ચાલી છે. આ સીરિઝ આઠ એપિસોડની હશે. તેમાં વીર દાસ, ગુરફતેહ પીરઝાદા, વરુણ સુદ, વિહાન સામત, મુસ્કાન જાફરી, મિનિ માથુર સહિતના કલાકારો હશે. અનન્યા સીરિઝની મુખ્ય ભૂમિકામાં હશે.  આ સીરિઝની સ્ક્રિપ્ટ સમીના મોટલેકર તથા રોહિત નાયરે લખી છે અને કોલીન ડી કુન્હા તેના ડાયરેક્ટર છે. 

અનન્યા સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિય છે. હાલમાં તે આદિત્ય રોય કપૂર સાથેના  બ્રેક અપના કારણે પણ ભારે ચર્ચામાં છે. જોેકે, એક્ટિંગમાં તે ખાસ કશું ઉકાળી શકી નથી. તેની પાસે અક્ષય કુમાર સાથેની 'ધી અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર' જેવી ગણીગાંઠી ભૂમિકાઓને બાદ કરતાં કોઈ મોટા પ્રોજેક્ટસ પણ નથી. 

Tags :
Ananya-Pandey

Google News
Google News