કોકટેલ ટૂમાં અનન્યા પાંડે અને સારા અલી ખાનની જોડી

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
કોકટેલ ટૂમાં અનન્યા પાંડે અને સારા અલી ખાનની જોડી 1 - image


- દીપિકા અને ડાયના પેન્ટીની જગ્યા લેશે

- સૈફની જગ્યાએ હિરો તરીકે કોની પસંદગી થાય છે તે વિશે અટકળો

મુંબઇ : સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની ફિલ્મ 'કોકટેલ'ની  ફ્રેન્ચાઈઝી 'કોકટેલ ટૂ'માં દીપિકા અને ડાયનાની જગ્યાએ અનન્યા પાંડે અને સારા અલી ખાન ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. 

આ બંને હિરોઈનો તાજેતરમાં ફિલ્મ નિર્માતાની ઓફિસમાં જોવા મળી હતી. તે પછી 'કોકટેલ ટૂ'ની તૈયારી થઈ રહી હોવાની અટકળો શરુ થઈ ગઈ છે.  દીપિકા અને સારા વ્યક્તિગત રીતે પણ બહુ સારી મિત્રો છે.  ૨૦૧૨માં 'કોકટેલ રજૂ થઈ ત્યારે દીપિકા ઓલરેડી સ્ટાર બની ચુકી હતી જ્યારે ડાયનાએ આ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ હિટ ફિલ્મમાં કામ કરવા છતાં ડાયના પેન્ટીને કેરિયરમાં કોઈ ખાસ ફાયદો થયો ન હતો.  હવે ફિલ્મમાં સૈફ અલી ખાનની ભૂમિકા કયા હિરોને સોંપાય છે તેના પર સૌની નજર છે. નવી જનરેશનના કોઈ હિરોની આ માટે પસંદગી થઈ શકે છે. 


Google NewsGoogle News