અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર 2024માં લગ્ન કરી લેશે
સોશિયલ મીડિયામાં અનન્યાના લગ્નની પોસ્ટને પિતા ચંંકીએ લાઈક કરતા અટકળો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : અનન્યા પાંડે પોતાના કરતાં ૧૩ વરસ મોટા આદિત્ય રોય કપૂર સાથે ડેટ કરી રહી છે.વારંવાર આ યુગલ જાહેરમાં સાથે જોવા મળે છે. તેમજ વેકેશન પર પણ સાથે જાય છે.હવે તેઓ ૨૦૨૦૪માં લગ્ન કરે તેવી ચર્ચા છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં અનન્યાના લગ્નની વાત પર પિતા ચંકી પાંડેએ લાઇક કરતા લોકોની અટકળ છે કે આ યુગલ ૨૦૨૪મા ંલગ્ન કરી લેશે.
રેડિટ પરની એક યુઝરની પોસ્ટ પછી અનન્યા અને આદિત્યના લગ્નની ચર્ચા થવા લાગી છે. યૂઝરે અનન્યા પાંડે ફેન પેઝ પર એક વીડિયો કોલાઝનો સ્ક્રીનશોટ મુક્યો છે. જેનું કેપ્શન હતું રુમર્ડ કપલના ૨૦૨૪માં લગ્ન.
આ પોસ્ટ પર ઘણા લાઇક્સ અને કોમેન્ટસ આવ્યા હતા. પરંતે તેમાં અનન્યાના પિતા ચંકી પાંડેએ લાઇક કર્યું હતું. આ પછી અનન્યાઅને આદિત્યના લગ્નની ચર્ચા થઇ રહી છે.