લોકોને જે કહેવું હોય કહે, મને ફરક નથી પડતો કારણ કે...: અનન્યા પાંડેનું દર્દ છલકાયું
Ananya Panday on Facing Judgements: અનન્યા પાંડે હાલમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'કોલ મી બે'ના કારણે ચર્ચાઓમાં છે, તેની ઘણી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો 'કૉલ મી બે'ને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક લોકો એક્ટ્રેસની નવી સ્ટાઇલથી પ્રભાવિત પણ જોવા મળે છે. એવામાં એક ઈન્ટરવ્યૂમાં અનન્યાને ટ્રોલિંગ વિષે પુછવામાં આવ્યું હતું.
લોકોને જે કહેવું હોય કહે, મને ફરક નથી પડતો- અનન્યા
અનન્યા પાંડેએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે એક સેલિબ્રિટી તરીકે માટે લોકોના ઘણા જજમેન્ટનો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિનો એક દૃષ્ટિકોણ હોય છે, લોકો જુદી જુદી વાતો કહે છે. જો કે, હું સમય સાથે ઘણું શીખી છું અને બદલાઈ છું. હવે હું આ નકામા જજમેન્ટ પર ધ્યાન આપતી નથી. તમે ગમે તેટલું સારું કરો તો પણ કોઈ ને કોઈ નેગેટિવિટી મળે જ છે. તેથી મેં મારા કામ પર જ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. લોકો ગમે તે કહેતા રહે, મારા પર તેની કોઈ અસર નહીં થાય.'
આ પણ વાંચો: એક્સિડેન્ટ બાદ રશ્મિકા મંદાનાએ વર્ણવી વ્યથા, કહ્યું- ખૂબ જ નાની છે જિંદગી
અનન્યાએ સુંદરતાનો અર્થ જણાવ્યો
અનન્યાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધી રહેલા બ્યુટી સ્ટાન્ડર્ડ વિશે પણ વાત કરી હતી. આ બાબતે અભિનેત્રીએ કહ્યું કે, 'સુંદરતા સબ્જેક્ટીવ છે. મારા માટે સુંદરતાનો અર્થ માત્ર સુંદર દેખાવાનો જ નથી. મારા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે મનથી કેવા પ્રકારના વ્યક્તિ છો અને તમે અન્ય લોકો પર કેવી છાપ છોડો છો.'
કોલ મી બે સિરીઝમાં વિહાન સમાત, વીર દસ, વરુણ સૂદ, લીસા મિશ્રા અને નિહારિકા લાયરાએ અભિનય કર્યો છે. કરણ જોહર આ શોનો એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. આ કોમેડી-ડ્રામા સીરિઝ ઇશિતા મોઇત્રા, સમીન મોટલેકર અને રોહિત નાયરે લખી છે. કોલિન ડી'કુન્હા તેના નિર્દેશક છે.