Get The App

અનન્યાએ વોકર બ્લાન્કો સાથેની રિલેશનશિપ કન્ફર્મ કરી

Updated: Sep 12th, 2024


Google News
Google News
અનન્યાએ વોકર બ્લાન્કો સાથેની રિલેશનશિપ કન્ફર્મ કરી 1 - image


- એડબલ્યૂ અક્ષરો ધરાવતો નેકલેસ પહેર્યો

- એક્સ મોડલ વોકર એક કોર્પોરેટ કંપનીમાં જોબ કરે છે

મુંબઈ : અનન્યા પાંડેએ એક્સ મોડલ વોકર બ્લેન્કો સાથે પોતે રિલેશનશિપમાં હોવાનું આડકતરી રીતે કન્ફર્મ કર્યું છે. તે હાલમાં એ ડબલ્યૂ અક્ષરો ધરાવતો નેકલેસ પહેરેલી જોવા મળી હતી. 

બ્લેન્કો મૂળ અમેરિકાનો છે  પણ તે ભારતમાં શિફ્ટ થઈ ચૂક્યો છે. એક સોશિયલ ઈવેન્ટ વખતે તે અને અનન્યા મળ્યાં હતાં. ત્યારથી તેમના વચ્ચે ડેટિંગની અફવા ચાલી રહી છે. બ્લેન્કો અગાઉ મોડલ તરીકે કામ કરી ચૂક્યો છે પરંતુ હાલમાં એક કોર્પોરેટ હાઉસના પ્રોજેક્ટમાં ફરજ બજાવે છે. 

અનન્યાની કઝિન અલાના તાજેતરમાં વિદેશથી પાછી ફરી ત્યારે એક ફેમિલી ગેટ ટૂ  ગેધર યોજાયું હતું. 

અલાનાએ તેનો વીડિયો શેર  કર્યો છે. તેમાં અનન્યા એ ડબલ્યૂ  અક્ષરો ધરાવતો નેકલેસ ધારણ કરેલી જોવા મળે છે. તેના પરથી ચાહકોએ અટકળ લગાવી છે કે અનન્યાએ પોતાની રિલેશનશિપ કન્ફર્મ કરી દીધી છે. 

અનન્યા અગાઉ શ્રદ્ધા કપૂરે પણ આ રીતે એક્સ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથેની રિલેશનશિપ તેના નામનો નેકલેસ ધારણ કરીને કન્ફર્મ કરી  હતી. 

અનન્યા અને આદિત્ય રોય કપૂર વચ્ચે લાંબા સમય સુધી સંબંધ રહ્યા હતા. જોકે, થોડા સમય પહેલાં તેનું બ્રેક અપ થઈ ગયું હતું. 

Tags :
Ananya-PandeyWalker-Blanco

Google News
Google News