Get The App

અંબાણી પરિવારમાં વધુ એક લગ્ન! કંકોત્રી થઇ લીક, ગુજરાતમાં અહીં યોજાશે ભવ્ય સમારંભ

સોશિયલ મીડિયા પર લગ્નની તારીખ સાથેનું પ્રી વેડિંગ કાર્ડ વાયરલ થયું

Updated: Jan 13th, 2024


Google News
Google News
અંબાણી પરિવારમાં વધુ એક લગ્ન! કંકોત્રી થઇ લીક, ગુજરાતમાં અહીં યોજાશે ભવ્ય સમારંભ 1 - image


Anant Ambani Radhika Merchant Wedding Details: અંબાણી પરિવારમાં ફરી એકવાર જશ્નનો માહોલ જોવા મળવાનો છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) ના દીકરા અનંત અંબાણી (Anant Ambani) ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ની લગ્ન પ્રસંગના વિવિધ કાર્યક્રમોની તારીખો સાથેની કંકોત્રી વાયરલ થઇ રહી છે. 

ક્યારે થશે પ્રી-વેડિંગ ફંક્શન? 

માહિતી અનુસાર ત્રણ દિવસનો લગ્ન સમારંભ યોજાશે. વાયરલ કાર્ડ પ્રમાણે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં થશે. આ વર્ષે 1, 2 અને 3 માર્ચે જામનગરમાં આ આ યુગલ લગ્નજીવનની શરૂઆત કરી શકે છે, પરંતુ અત્યાર સુધી અનંત અને તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડની લગ્નતિથિ જાહેર થઈ નથી. અંબાણી પરિવાર તેમના પૂર્વજોના આશીર્વાદ સાથે જ તેમના દીકરાના લગ્ન કરાવવા ઈચ્છે છે એટલા માટે તે તેમના હોમટાઉનમાં જ લગ્ન સમારંભ રાખશે.

અંબાણી પરિવારમાં વધુ એક લગ્ન! કંકોત્રી થઇ લીક, ગુજરાતમાં અહીં યોજાશે ભવ્ય સમારંભ 2 - image

Tags :
mukesh-ambaniAmbani-Family-weddinganant-ambaniradhika-merchantwedding-card-viral

Google News
Google News