અનંત-રાધિકાની સંગીત સેરેમની: જસ્ટિન બીબર સહિત આ સ્ટાર્સ પણ કરશે મ્યુઝિક સેરેમનીમાં પરફોર્મ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીના ઘરમાં આ દિવસોમાં ઉજવણીનો માહોલ છે. દુનિયાના ટોપ અમીરોની લિસ્ટમાં સામેલ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનો માહોલ અને તૈયારીઓ ચાલી રહી છે. આ લગ્નની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નગ્રંથિથી જોડાશે. અનંત અને રાધિકાના લગ્ન છેલ્લા ઘણા મહિનાઓથી સમાચારોમાં છે. અગાઉ આ કપલની પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઈ હતી. આ પછી, બીજી પ્રી-વેડિંગ સેરેમની ઈટાલીમાં ક્રુઝ પર થઈ જેમાં સેલિબ્રિટિઓનો જમાવડો જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ અંબાણી પરિવારે અનેક યુગલોના લગ્ન કરાવીને પણ ચર્ચામાં આવ્યા હતા. જે પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગનો એક ભાગ હતો. આ પછી અનંત અને રાધિકાએ ગુજરાતની પરંપરાગત 'મામેરુ' સેરેમની કરી હતી. હવે રાધિકા અને અનંતના યાદગાર સંગીત સમારોહનો સમય આવી ગયો છે. તો જાણીએ સંગીત ફંક્શનમાં કયા સેલેબ્સ પરફોર્મ કરતા જોવા મળશે.
રાધિકા અને અનંતની સંગીત સેરેમની ક્યાં યોજાશે?
સંગીત સેરેમની 5 જુલાઈ, શુક્રવારે સાંજે 7 વાગ્યે મુંબઈના Jio કન્વેન્શન સેન્ટરમાં શરૂ થશે. તેમાં અનેક સેલિબ્રિટી જોવા મળશે.
જસ્ટિન બીબરને 83 કરોડ રૂપિયા મળશે
અંબાણીએ જસ્ટિનને અનંત અને રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. હવેજસ્ટિન બીબર શુક્રવારે સવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમની માટે ભારત પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આ ઇંટરનેશનલ સ્ટારની શોર્ટ ટર્મ પરફોર્મન્સ ફી 83 કરોડ રૂપિયા છે.
રેપર બાદશાહ પણ પરફોર્મ કરશે
રાધિકા અને અનંતની સંગીત સેરેમની માટે દેશના પ્રખ્યાત રેપર બાદશાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તે સંગીત સેરેમનીમાં પણ પરફોર્મ કરતો જોવા મળશે. પરંતુ તેમને મળતી ફી અંગે કોઈ માહિતી નથી.
રણવીર સિંહ પણ પરફોર્મ કરશેબોલિવૂડનો પાવર હાઉસ ગણાતો પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ પણ રાધિકા અને અનંતની સંગીત સેરેમનીનો ભાગ બનવા જઈ રહ્યો છે. તે આ સમારોહમાં પરફોર્મન્સ કરશે.
કરણ ઔજલા
આ દિવસોમાં કરણ ઔજલા ફિલ્મ બેડ ન્યૂઝના ટ્રેક 'તૌબા તૌબા'થી હેડલાઇન્સમાં છે. આ ફિલ્મમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રાધિકા-અનંતની સંગીત સેરેમનીમાં કરણ ઔજલા પણ પરફોર્મ કરતો જોવા મળશે.