રિહાનાએ જામનગરમાં પરફોર્મ કરવા રૂ. 74 કરોડ ફી લીધી હોવાની ચર્ચા

અનંત અંબાણી જુલાઈમાં વીરેન મર્ચન્ટ તથા શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન તાંતણે બંધાશે

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
રિહાનાએ જામનગરમાં પરફોર્મ કરવા રૂ. 74 કરોડ ફી લીધી હોવાની ચર્ચા 1 - image


Anant-Radhika Pre Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન તાંતણે બંધાવા જઇ રહ્યા છે. આ લગ્ન પહેલાં જામનગરમાં પહેલી માર્ચથી ભવ્ય   પ્રિ વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રસંગે કોર્પોરેટ, રાજકારણ, સ્પોર્ટ્સ અને મનોરંજન ક્ષેત્રની દુનિયાભરની હસ્તીઓ જામનગરના મોટી ખાવડી ગામે પહોંચી ગઈ છે. આ પ્રસંગે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે, ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના.   

રિહાનાની એક પર્ફોર્મન્સની ફી કેટલી છે?   

સૂત્રોના જણાવ્યાનુસાર, રિહાના પ્રિ વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા ભારે તગડી ફી વસૂલવાની છે. જો કે તેની કોઈ ચોક્કસ રકમ તો જાહેર નથી કરાઈ, પરંતુ એવું કહેવાય છે કે રિહાના પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે આઠથી નવ મિલિયન ડૉલર એટલે કે રૂ. 66થી 74 કરોડ જેટલી જંગી ફી વસૂલે છે. રિહાના દુનિયામાં હાઈએસ્ટ પેડ મ્યુઝિક આર્ટિસ્ટમાં પણ સ્થાન ધરાવે છે. રિહાના ગુરુવારે જામનગર એરપોર્ટ પર જોવા મળી હતી. તેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો હતો. 

આ ઈવેન્ટમાં પર્ફોર્મન્સ આપવા રિહાનાનો સ્ટાફ એક ખાસ પ્રકારનું સ્ટેજ પણ તૈયાર કરશે. આ તમામ ઈક્વિપમેન્ટ તેનો સ્ટાફ સાથે લઈને આવ્યો છે. આ દરમિયાન રિહાના તેના ‘ડાયમન્ડ્સ’ જેવા સોલો હીટ સહિત કેટલાક ગીતો ગાશે.   

આ પહેલા રિહાનાએ સુપર બાઉલમાં પર્ફોર્મ કર્યું હતું? 

આ પહેલા રિહાનાએ 2023 સુપર બાઉલ હાફ ટાઈમ શૉમાં પર્ફોર્મ કર્યું હતું. 13 કરોડથી પણ વધુ લોકોએ એ શૉ જોયો હતો. નોંધનીય છે કે, સુપર બાઉલ એ અમેરિકન ફૂટબોલની વાર્ષિક લીગ ચેમ્પિયનશિપ છે, જેમાં હાફટાઈમ શૉ હેઠળ વિવિધ પોપ સ્ટાર પર્ફોર્મ કરે છે. 

અરિજત સિંહ, દિલજીત દોસાંજના પણ પર્ફોર્મન્સ

આ પ્રિ વેડિંગ ફંક્શનમાં રિહાનાની સાથે અરિજિત સિંહ, પ્રીતમ, દિલજિત દોસાંજ, હરિહરન, અજય-અતુલ અને બી પ્રાક પણ પર્ફોર્મ કરશે.

રિહાનાએ જામનગરમાં પરફોર્મ કરવા રૂ. 74 કરોડ ફી લીધી હોવાની ચર્ચા 2 - image


Google NewsGoogle News