અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપવા ઇટાલી પહોંચ્યા રણવીર સિંહ, ધોની, રણબીર-આલિયા

Updated: May 27th, 2024


Google NewsGoogle News
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપવા ઇટાલી પહોંચ્યા રણવીર સિંહ, ધોની, રણબીર-આલિયા 1 - image


Anant-Radhika Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરશે. લગ્ન પહેલા આ કપલ પ્રિ-વેડિંગ ફંક્શન પણ ધામધૂમથી સેલિબ્રેટ કરી રહ્યું છે. અગાઉ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં 3 દિવસ સુધી ચાલ્યું હતું. જયારે હવે રાધિકા અને અનંત લક્ઝરી ક્રૂઝ પર 28 મેના રોજ બીજું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ ક્રૂઝ 28મી મેથી પહેલી જૂન સુધી ઈટાલીથી લઈને ફ્રાન્સ સુધી ચાલશે. 

પ્રિ-વેડિંગ પાર્ટી પહોંચવા માટે આ સેલેબ્સ રવાના 

પ્રિ-વેડિંગ પાર્ટી માટે માત્ર એક દિવસ બાકી છે અને તે દરમિયાન બોલિવૂડ એક્ટર રણવીર સિંહ, મહેન્દ્ર સિંહ ધોની, સ્ટાર કપલ રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને દુલ્હન રાધિકા મર્ચન્ટ સહિત ઘણા સેલેબ્સ મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

પ્રિ-વેડિંગની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે

આ પ્રિ-વેડિંગની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. જો કે રિપોર્ટ્સ અનુસાર એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સેલિબ્રેશનમાં ટોપ એક્ટર્સના પરફોર્મન્સ અને ભવ્ય ભોજન હશે. 

પહેલીવાર રિહાન્નાએ ભારતમાં પરફોર્મ કર્યું હતું

માર્ચમાં જામનગરમાં આયોજિત પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં રિહાન્ના, દિલજીત દોસાંઝ, અરિજીત સિંહ, એકોન અને શ્રેયા ઘોષાલ સહિત ઘણા સેલેબ્સના પરફોર્મન્સ જોવા મળ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે રિહાન્નાએ ભારતમાં મુલાકાત લીધી હતી અને પરફોર્મ કર્યું હતું.

ઇટલીમાં ક્રુઝ પર થશે સેલિબ્રેશન

મુકેશ અંબાણીએ ઈટાલીમાં ક્રુઝ પર એક ભવ્ય પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ ક્રૂઝ ઈટાલીથી ફ્રાન્સ જશે અને આ દરમિયાન દરિયાની વચ્ચે ક્રુઝ પર સેલિબ્રેશન થશે. આ ફંક્શન 29 મેથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે. 'લા વિટે એ અન વિઆજીયો' નામના આમંત્રણ કાર્ડમાં આ બધી માહિતી આપેલી છે. "લા વિટે એ અન વિઆજીયો"નો અર્થ થાય છે 'જીવન એક સફર છે.' 

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ ટ્રાવેલ પ્લાન

રિપોર્ટ્સ અનુસાર, યુરોપમાં લક્ઝરી ક્રૂઝના ટ્રાવેલ પ્લાનમાં ઈટાલીથી સાઉથ ફ્રાન્સ સુધી એમ 4,380 કિલોમીટરના લક્ઝરી ક્રૂઝની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, અંબાણી પરિવારના હાઈ-પ્રોફાઈલ મહેમાનોની દરેક ઈચ્છા પૂરી કરવા માટે 600 હોસ્પિટાલિટી સ્ટાફ સ્થળ પર હાજર રહેશે.

અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપવા ઇટાલી પહોંચ્યા રણવીર સિંહ, ધોની, રણબીર-આલિયા 2 - image




Google NewsGoogle News