PHOTOS : કરોડપતિ એક્ટર જોડે લગ્ન કરશે આ અભિનેત્રી, પ્રાઈવેટ જેટમાં કરી બેચલર પાર્ટી
Image Twitter |
Amy Jackson Celebrates bachelorette party: ફેમસ અભિનેત્રી એમી જેક્સન હાલ તેના જીવનના સૌથી સુંદર તબક્કામાં છે. અભિનેત્રી ટૂંક સમયમાં મંગેતર એડ વેસ્ટવિક સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, એમીએ લગ્નની તારીખ જાહેર કરી નથી, પરંતુ અભિનેત્રીએ તેની અદ્ભુત બેચલરેટ પાર્ટીની તસવીરો શેર કરી છે. એમી જેકશને તેની બેચલર પાર્ટી ફ્રાંસમાં એક પ્રાઈવેટ જેટમાં ઉજવી હતી. પાર્ટીની તસવીરોમાં જોઈ શકાય છે કે, અભિનેત્રી તેના મિત્રો સાથે દિલ ખોલીને એન્જોય કરતી જોવા મળી રહી છે.
વ્હાઈટ બોસ લેડી લુકમાં એમી સુપર સ્ટનિંગ લાગી રહી છે. તેના ચહેરા પરનું સ્મિત અને ચમક તેની ખુશી અને એક્સાઈટમેન્ટ જોઈ શકાય છે. અભિનેત્રીએ પ્રાઈવેટ જેટમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી હતી. બ્રાઇડ ટુ બીમાં એમી ફુલ જશ્નના મૂડમાં જોવા મળી રહી છે.
Image Twitter |
અભિનેત્રીની બેચલર પાર્ટીની તસવીરો પર તેના મંગેતરે પણ પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, એડ વેસ્ટવિકે કોમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે, સૌથી અદ્ભુત ટ્રીપ, સૌથી સુંદર મહિલા, તને ખૂબ પ્રેમ કરું છું.
જાન્યુઆરી 2024માં એમીએ એડ વેસ્ટવિક સાથે સગાઈની જાહેરાત કરી હતી
તમને જણાવી દઈએ કે, વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી 2024માં એમીએ એડ વેસ્ટવિક સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી. આ સાથે અભિનેત્રીએ ચાહકો રોમેન્ટિક પ્રપોધઝલની તસવીરો પણ શેર કરી હતી.
Image Twitter |
એમી લાંબા સમયથી બોયફ્રેન્ડ એડ વેસ્ટવિક સાથે લીવઈનમાં રહેતી હતી. તમને જણાવી દઈએ કે એડ વેસ્ટવિક પહેલા એમી બિઝનેસમેન જ્યોર્જ પ્યાનિટ્ટુ સાથે રિલેશનશિપમાં હતી. વર્ષ 2019 માં અભિનેત્રી ભૂતપૂર્વ બોયફ્રેન્ડ જ્યોર્જ પ્યાનિટ્ટુના પુત્રની માતા બની હતી. અભિનેત્રીને 5 વર્ષનો પુત્ર છે. પરંતુ લગ્ન પહેલા જ તેમનો સંબંધ તૂટી ગયો હતો.
જ્યોર્જ સાથેના બ્રેકઅપ પછી તેના જીવનમાં એડ વેસ્ટવિકની એન્ટ્રી થાય છે. બંને જલ્દી લગ્ન કરીને એક થવા જઈ રહ્યા છે. જો કે લગ્નની તારીખ જાહેર કરવામાં આવી નથી. એમી જેક્સનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે સિંઘ ઈઝ બ્લિંગ, કન્નડ ફિલ્મ 'ધ વિલન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તો એમીના ભાવિ પતિ એડ વેસ્ટવિક પણ હોલીવુડ અભિનેતા છે.