અમિતાભે 31 કરોડમાં ખરીદેલો ડુપ્લેક્સ ફલેટ 83 કરોડમાં વેચ્યો
- ચાર જ વર્ષમાં અઢી ગણી કમાણી
- આ જ ડુપ્લેક્સ તેણે ક્રિતી સેનનને મહિને 10 લાખમાં ભાડે આપીને પણ કમાણી કરી
મુંબઇ : અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૧માં મુંબઇના અંધેરી વિસ્તારમાં ૫,૧૮૫ ચોરસ ફૂટનો ડુપ્લેક્સ ફલેટ ૩૧ કરોડમાં ખરીદ્યો હતો. જે હવે તેણે રૂપિયા ૮૩ કરોડમાં વેંચી નાખ્યો છે.
આ વેચાણ સોદામાં ૪.૯૮ કરોડની સ્ટેમ્પ ડયૂટી ફરાઈ છે. ૩૦ હજાર રુપિયા રજિસ્ટ્રેશન ફીના ભરાયા છે. ફલેટ ખરીદનારને છ કારનું પાર્કિંગ પણ સાથે મળ્યું છે. આ ફલેટ ઓશિવારાની એક પોશ બિલ્ડિંગના ૨૭-૨૮માં માળે આવેલો છે.
દસ્તાવેજોઅનુસાર,આ એપાર્ટમેન્ટ ૫,૧૮૫ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. જે અંધેરીની ધએન્ટલાન્ટિસ બિલ્ડીંગમાં આવેલો છે. આ બિલ્ડિંગના ૨૭-૨૮મા માળ પરના આ ડુપ્લેક્સનું રજિસ્ટ્રેશન ૧૭ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. અપાર્ટમેન્ટ સાથે છ પાર્કિંગ આવેલા છે. આ અપાર્ટમેન્ટ માટે ૪.૯૮ કરોડ રૂપિયા સ્ટેમ ડયૂટી અને ૩૦,૦૦૦ રજિસ્ટ્રેશન પેઠે ભરવામાં આવ્યા છે. અમિતાભે આ ફલેટ એકટ્રેસ ક્રિતી સેનને મહિને ૧૦ લાખના ભાડે આપ્યો હતો. તેણે ૨૦૨૧માં ફલેટ ખરીદ્યા પછી તરત જ ભાડે આપી દીધો હતો.
પિતા -પુત્ર અમિતાભ અને અભિષેકે ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન રિયલ એસ્ટેટમાં લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એકલાં ૨૦૨૪માં જ બચ્ચન પરિવારે રિયલ એસ્ટેટમાં રૂપિયા ૧૦૦ કરોડનું રોકાણ કર્યું છે.
બંનેએ તાજેતરમાં બોરીવલીમાં ફલેટ લીધા હતા. અભિષેકે તાજેતરમાં મુલુંડમાં પણ એક પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.