હવે ઘર બેઠા દર વર્ષે કરોડો રૂપિયા કમાશે અમિતાભ બચ્ચન, મ્યૂઝિક કંપનીને ભાડે આપી ઑફિસ!
- પ્રોપર્ટીમાં રોકાણ દ્વારા ધૂમ કમાણી
- હજુ થોડા મહિના પહેલાં જ 29 કરોડમાં આ ઓફિસો ખરીદી હતી
મુંબઇ : અમિતાભ બચ્ચને મુંબઇના ઓશિવારા સ્થિત આવેલી તેની ચાર ઓફિસ મ્યુઝિક કંપનીને ભાડા પર આપી છે. અંદાજે ૧૦,૮૦૦ સ્કે. ફૂટ કાર્પેટ ધરાવતી આ ઓફિસનું વાર્ષિક ભાડુ ૨.૦૭ કરોડ રૂપિયા ચુકવાશે.
અમિતાભબચ્ચને ઓશિવારામાં આ ઓફિસની જગ્યા ઓગસ્ટ ૨૦૨૩માં ૨૯ કરોડ રૂપિયામાં લીધી હતી. હવે તેને બે કરોડ રુપિયા વાર્ષિક ભાડું મળશે. આ લીઝ ડીલ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. પહેલા ત્રણ વર્ષ ભાડું એકસમાન રહેશે. ચોથાં અને પાંચમાં વર્ષે ભાડાંમાં ૧૫ ટકાનો વધારો થશે. પાંચેય વર્ષ માટે બચ્ચનને કુલ ૧૧ કરોડ રુપિયાથી વધારેની રકમ ભાડાં પેટે મળશે. વિદેશની મ્યુઝિક કંપનીએ એક આખો ફલોર જ ભાડે રાખ્યો છે.
અમિતાભની ઓફિસ જગ્યા જે બિલ્ડિંગમાં આવી છે તેમાં કાર્તિક આર્યન, આર્યન, મનોજ બાજપાઇ અને સારા અલી ખાનની ઓફિસો પણ આવી છે. બોલીવૂડ સ્ટાર્સમાં હાલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેમાંય વળી ફ્લેટ, એપાર્ટમેન્ટના સ્થાને ઓફિસ જગ્યાઓ ખરીદવાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં કાજોલે પણ નજીકમાં કમર્શિઅલ ઓફિસમાં રોકાણ કર્યું હતું.
અમિતાભ અંધેરીમાં રેસિડેન્શિઅલ સ્કિમમાં પણ રોકાણ ધરાવે છે. થોડા સમય પહેલાં તેણે તેનો ફલેટ કૃતિ સેનનને મહિને ચાર લાખના ભાડાં પર આપ્યો હતો.