અમેરિકામાં અમિતાભ બચ્ચનની પ્રતિમા ટૂરિસ્ટ એટ્રેક્શન બની
- સ્ટેચ્યૂ પાસે પર્યટકોનાં ટોળાં જામી રહ્યાં છે
- એડિસન સિટીમાં પ્રશંસકે પોતાના ઘરની બહાર બે વર્ષ પહેલાં સ્ટેચ્યૂ મૂક્યું હતું
મુંબઇ : અમેરિકાના ન્યૂ જર્સીના એડિસન સિટીમાંના અમિતાભના એક પ્રશંસકે ૨૦૨૨માં પોતાના ઘરની બહાર અભિનેતાનું એક સ્ટેચ્યુ મુક્યું હતું. હવે આ સ્ટેચ્યુ એક ટૂરિસ્ટ એટ્રેક્શનમાં ફેરવાઈ ગયું છે.
ઓગસ્ટ ૨૦૨૨માં ગોપી શેેઠે નેયૂયોર્કના મેનહટ્ટનથી લગભગ ૩૫ કિલોમીટર દક્ષિણમાંની એડિસન સિટીમાં પોતાના ઘરની બહાર અમિતાભ બચ્ચનનું એક સ્ટેચ્યુ મુક્યું હતું. હવેગોપી સેઠનું ઘર ટૂરિસ્ટ એટ્રેકશનમાં ફેરવાઇ ગયું છે. પરિણામે દિવસે દિવસે લોકોની સંખ્યા ઘરની બહાર મુકેલા સ્ટેચ્યુને જોવા ટૂરિસ્ટો આકર્ષિત થાય છે. ગૂગલ સર્ચમાં પણ આ સ્ટેચ્યૂને એક ટૂરિસ્ટ એટ્રક્શન તરીકે દર્શાવાઈ રહ્યું છે. લોકો દૂર દૂરથી આ સ્ટેચ્યૂ પાસે આવે છે. ત્યાં ફોટા પડાવે છે અને અમિતાભ માટે આદર અને ચાહના વ્યક્ત કરતા ગ્રીટિંગ્ઝ કાર્ડ તથા પત્રો પણ મૂકી જાય છે.