એશ્વર્યા-અભિષેકના છૂટાછેડાની અફવા વચ્ચે અમિતાભની પોસ્ટ, ગુસ્સો પણ ઠાલવ્યો
Amitabh Bachchan's Post : મેગા સ્ટાર અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. જો કે, બિગ બીએ કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમણે એક પોસ્ટ શેર કરી છે. જેમાં અમિતાભે જણાવ્યું કે, તેઓ પોતાના પરિવાર વિશે બહુ ઓછું બોલે છે, કારણે કે તેમને પ્રાઈવેસી જાળવવી ગમે છે. કેટલીક અટકળોને નકારી કાઢતી તેમની બ્લોગ પોસ્ટ એવા સમયે આવી છે, જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે.
અમિતાભ બચ્ચને શું કહ્યું?
અમિતાભ લખ્યું હતું કે, જીવનમાં અલગ દેખાવા અને તેની ઉપસ્થિતિ પર વિશ્વાસ રાખવા માટે ઘણી હિંમત, વિશ્વાસ અને ઈમાનદારીની જરૂર પડે છે. હું મારા પરિવાર વિશે ભાગ્યે જ કંઈપણ કહું છું, કારણ કે તે મારું છે અને હું તેની ગોપનીયતા જાળવી રાખું છું. ચાલી રહેલી અટકળો, અફવાઓ અને જૂઠાણું છે. જેનું વેરિફિકેશન એ લોકોને જોઈએ છે કે જેમને પોતાનો વ્યવસાય ચલાવવા માટે પુરાવાની જરૂર હોય છે.
તેમણે આગળ જણાવ્યું કે, હું આવા લોકોના પસંદના ધંધામાં હોવાની ઈચ્છાઓમાં કોઈ ચેતવણી નહીં આપું અને હું સમાજમાં સેવા કરવાની તેમની કોશિશની પ્રશંસા કરું છું. જ્યારે ખોટી અથવા પ્રશ્નચિહ્ન વાળી આપવામાં આવતી જાણકારી એમના માટે કાયદાકીય રીતે સુરક્ષિત હોય શકે છે. પરંતુ આ રીતે શંકાસ્પદ માહિતીના બીજ વાવવામાં આવે છે, જેમાં આ પ્રશ્નચિહ્નનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો : સલમાન અને શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ આવતીકાલે થશે રિ-રિલીઝ, જુઓ VIDEO
બિગ બી થયા ગુસ્સે
બિગ બીએ લખ્યું કે, તમને જે મરજી પડે એ લખો અને એક્સપ્રેસ કરો. પરંતુ જ્યારે પ્રશ્નાર્થ ચિન્હનો ઉપયોગ કરો છો, ત્યારે તમે લખેલા આર્ટિકલમાં પર વાચકોને પોતાના વિચારો બનાવામાં અને વધુ વિસ્તૃત કરવામાં મદદ કરે છે. જેમાં હકીકતમાં તમે પણ ગુપ્ત રીતે ઇચ્છો છો કે વાચક તેના પર વિશ્વાસ કરે. આ સાથે આ આર્ટિકલને વધુ વાંચે અને આગળ વધુ લોકો સુધી મોકલે, જેથી આપના આર્ટિકલની કિંમત વધુ મળે. જેમાં લોકો હકારાત્મક કે નકારાત્મક પ્રતિક્રિયા આપે છે, પરંતુ જે પણ હોય આર્ટિકલમાં ક્રેડેબિલિટી આપો.
અમિતાભ બચ્ચને સવાલો ઉઠાવ્યાં
અમિતાભ બચ્ચને સવાલો ઉઠાવતા કહ્યું કે, ખાલી દુનિયાને જૂઠ કે શંકાસ્પદ જૂઠથી ભરો અને તમારું કામ પૂરું કરો... તે કન્ટેન્ટ કે પરિસ્થિતિને કેવી રીતે અસર કરી શકે છે. શું તમારી સમજણ જો ક્યારેય તમારી પાસે હતી, તો તે નાશ પામી છે..?
આ પણ વાંચો : સાઉથના સુપરસ્ટારની ફિલ્મ થઈ સુપરફ્લોપ: 350 કરોડના ખર્ચ સામે 100 કરોડની પણ કમાણી નહીં
શું હતો સમગ્ર મામલો?
છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અફવાએ વેગ પકડો છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે ઐશ્વર્યા તેના પરિવાર વિના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. જેમાં તે તેની પુત્રી આરાધ્યા સાથે એકલી પહોંચી હતી. તાજેતરમાં, ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાના જન્મદિવસની પોસ્ટ શેર કરી, જે 16 નવેમ્બરના રોજ 13 વર્ષની થઈ. ઐશ્વર્યા, આરાધ્યા અને અભિનેત્રીની માતા બ્રિન્દા રાય બર્થડે ડમ્પમાં જોવા મળી હતી, પરંતુ પરિવારના બાકીના સભ્યો ગાયબ હતા.