Get The App

અમિતાભ બચ્ચન પાસે છે કેટલી સંપત્તિ...? જયા બચ્ચનના સોગંદનામાથી થયો ખુલાસો

- અમિતાભ બચ્ચનનું બેંક બેલેન્સ 120 કરોડ 45 લાખ 62 હજાર 83 રૂપિયા

- જયા બચ્ચનનું બેંક બેલેન્સ 10 કરોડ 11 લાખ 33 હજાર 172 રૂપિયા

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
અમિતાભ બચ્ચન પાસે છે કેટલી સંપત્તિ...? જયા બચ્ચનના સોગંદનામાથી થયો ખુલાસો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને જાણીતી અભિનેત્રી જયા બચ્ચનને પાંચમી વખત રાજ્યસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેમણે તેના માટે ઉમેદવારી પત્ર પણ ભર્યું છે. જયા બચ્ચનના સોગંદનામાથી ખુલાસો થયો છે કે, અમિતાભ બચ્ચન સાથે તેમની સંપત્તિ 1500 કરોડ રૂપિયાના આંકડાથી ખૂબ વધુ છે. સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચનને ફરી એક વખત રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે. 

જયા બચ્ચન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ પૂર્વ સાંસદ રામજીલાલ સુમન અને પૂર્વ IAS અધિકારી આલોક રંજનને પણ ઉમેદવાર બનાવ્યા છે. 

મીડિયા અહેવાલ પ્રમાણે જયા બચ્ચન તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં તેમની નેટવર્થ 1 કરોડ 63 લાખ 56 હજાર 190 રૂપિયા છે. જ્યારે અમિતાભ બચ્ચનના મામલે આ આંકડો 273 કરોડ 74 લાખ 96 હજાર 590 રૂપિયા છે. બંનેની ચલ સંપત્તિ 849.11 કરોડ રૂપિયા છે અને અચલ સંપત્તિ 729.77 કરોડ રૂપિયા છે.

જયા બચ્ચનનું બેંક બેલેન્સ 10 કરોડ 11 લાખ 33 હજાર 172 રૂપિયા છે અને અમિતાભ બચ્ચનનું બેંક બેલેન્સ 120 કરોડ 45 લાખ 62 હજાર 83 રૂપિયા છે. જયા બચ્ચન પાસે જે જ્વેલરી છે તેની કિંમત 40.97 કરોડ છે અને તેમની પાસે 9.82 લાખ રૂપિયાની એક કાર છે. બીજી તરફ અમિતાભ બચ્ચન પાસે 54.77 કરોડ રૂપિયાની જ્વેલરી છે અને 16 વાહનો છે. તેની કુલ કિંમત 17.66 કરોડ રૂપિયા છે. 

15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. સપાએ ઉત્તર પ્રદેશમાં ઉમેદવારો જાહેર કર્યા છે. 403 બેઠકો વાળા રાજ્યમાં પાર્ટી પાસે 108 બેઠકો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે 252 અને કોંગ્રેસ પાસે બે બેઠકો છે.


Google NewsGoogle News