પુત્રવધૂ ઐશ્વર્યા સાથે નારાજગીની અફવાઓ વચ્ચે અમિતાભ બચ્ચનની નવી પોસ્ટ વાયરલ

અગસ્ત્ય નંદાની ફિલ્મના પ્રીમિયર દરમિયાન જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદાએ સતત ઐશ્વર્યાને ઇગ્નોર કરી

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
પુત્રવધૂ ઐશ્વર્યા સાથે નારાજગીની અફવાઓ વચ્ચે અમિતાભ બચ્ચનની નવી પોસ્ટ વાયરલ 1 - image
Image:Twitter

Amitabh Bachchan Cryptic Tweet : બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પરિવાર હાલ ખુબ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવારમાં હાલ બધું ઠીક નથી. ઐશ્વર્યા રાય બચ્ચન અમિતાભ બચ્ચનના ફોલો લીસ્ટમાં જોવા નથી મળી રહી. આવી સ્થિતિમાં ચર્ચા શરૂ થઈ છે કે અમિતાભ બચ્ચને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યું છે. ત્યારે હવે અમિતાભ બચ્ચનનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.

અમિતાભ બચ્ચને કરી ક્રિપ્ટીક પોસ્ટ

ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યાને અનફોલો કરવાના અહેવાલો વચ્ચે સિનિયર બચ્ચને એક ટ્વિટ શેર કરી છે. જેની સાથે અમિતાભ બચ્ચને પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ શેર કર્યો છે, જેમાં તેઓ પોતાના વિચારોમાં ખોવાયેલા જોવા મળે છે. અમિતાભ બચ્ચનનો આ ફોટો કૌન બનેગા કરોડપતિના સેટનો છે. હવે ફોટોના કેપ્શનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે ચાહકો આ પોસ્ટ પાછળનો અર્થ સમજવામાં લાગ્યા છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે અમિતાભ બચ્ચનની આ પોસ્ટ તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પ્રત્યેની નારાજગી તરફ ઈશારો કરી રહી છે. જો કે અમિતાભ બચ્ચન કે તેમના પરિવારના કોઈ સભ્યએ હજુ સુધી નારાજગીની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદાએ ઐશ્વર્યાને કરી ઇગ્નોર

જણાવી દઈએ તાજેતરમાં જ 'ધ આર્ચીઝ'નું પ્રીમિયર હતું, જેમાં આખો બચ્ચન પરિવાર એક સાથે આવ્યો હતો. અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા આ ફિલ્મથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી રહ્યો છે. પ્રીમિયર નાઈટના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રીમિયર દરમિયાન જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા સતત ઐશ્વર્યાને ઇગ્નોર કરી રહી હતી. જો કે 'ધ આર્ચીઝ'ના પ્રીમિયર પહેલા અમિતાભ બચ્ચન પુત્રવધૂ ઐશ્વર્યાને ફોલો કરી રહ્યા હતા કે કેમ તે અંગે સસ્પેન્સ છે. કારણ કે કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ક્યારેય ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કર્યા નથી.

પુત્રવધૂ ઐશ્વર્યા સાથે નારાજગીની અફવાઓ વચ્ચે અમિતાભ બચ્ચનની નવી પોસ્ટ વાયરલ 2 - image


Google NewsGoogle News