Get The App

ઐશ્વર્યા-અભિષેક વચ્ચે અણબનાવ? સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા વચ્ચે બચ્ચને કરી ક્રિપ્ટિક પોસ્ટ

Updated: Jul 13th, 2024


Google News
Google News
Bachchan


Amitabh Bachchan Cryptic Post : છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ચાલી રહેલા અણબનાવની ખબરને લઈને અમિતાભ બચ્ચન પરિવાર ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. એક બાજુ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બંને અલગ-અલગ પાર્ટીમાં પહોંચ્યા હતા. બીજી તરફ, અમિતાભ બચ્ચને એક ક્રિપ્ટિક પોસ્ટ કરીને કોના પર ઈશારો કર્યો છે તેને લઈને જાણકારી મેળવીએ.

કલ્પના કરવી મુશ્કેલી છે કે અમુક લોકો કેટલાં બદલી ગયા

અમિતાભ બચ્ચને તેના બ્લૉગમાં એક ક્રિપ્ટિક પોસ્ટમાં ખોવાઈ જવા અને ભૂલી જવા બાબતે લખતાં જણાવ્યું હતું કે, 'ઘણાં સમય પછી કોઈ લગ્નમાં હાજરી આપી હતી. અહીંયા ઘણાં જૂના પરિચિત લોકો સાથે મળવાનું થયું. બધાના પ્રેમ અને સ્હેન જોઈને કલ્પના કરવી મુશ્કેલી છે કે અમુક લોકો કેટલાં બદલી ગયા છે'. 

મહત્વની કરવામાં આવેલી મોટી વાતો પણ ભૂલી જવાઈ છે

વધુ જણાવ્યું હતું કે, 'આ જીવન છે. સંબંધો, પ્રેમ અને કાળજી... પણ અજીબ વાત એ છે કે, કેટલીક નાની-નાની બાબતોથી કોઈ ફરક પડતો નથી. પરંતુ મહત્વની કરવામાં આવેલી મોટી વાતો પણ ભૂલી જવામાં આવે છે. એ પણ સાચુ છે કે વાતો ભૂલાવી શકાતી નથી પરંતુ પાછળ છૂંટી જાય છે, આ વાતોને પરત લાવવાના પ્રયાસથી તેની ફરીથી યાદ આવે છે.

બચ્ચન પરિવાર અલગ અને ઐશ્વર્યા-આરાધ્યા અલગ પહોંચ્યાં

મુકેશ અંબાણીના લગ્નના ફંક્શનમાં બચ્ચન પરિવાર એક સાથે પહોંચ્યાં હતા. જેમાં દીકરી-જમાઈ, પૌત્ર અને દીકરો બધા જોવા મળ્યા પણ ઐશ્વર્યા અને આરાધ્યા જોવા મળ્યાં ન હતા. આ ઉપરાંત જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન, નિખિલ નંદા, અગસ્ત્ય અને નવ્યા બધા એકસાથે જોવા મળ્યા હતા. તેવામાં અન્ય બાજુથી આરાધ્યા અને ઐશ્વર્યા સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.

આમ ફરી એકવાર બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવની ચર્ચા શરૂ થઈ છે. પરંતુ હજુ સુધી આખા પરિવારે આ બાબતો પર કોઈપણ પ્રતિક્રિયા આપી ન હતી. આ દરમિયાન ઐશ્વર્યાએ પણ પોતાનું મૌન તોડ્યું ન હતું.

Tags :
Amitabh-BachchanAishwarya-RaiCryptic-PostAnant-Radhika-WeddingAbhishek-Bachchan

Google News
Google News