Get The App

એક દિવસમાં 200 જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન, કોલેજમાં બહુ ઝઘડતાં હતા

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
એક દિવસમાં 200 જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન, કોલેજમાં બહુ ઝઘડતાં હતા 1 - image


Image: Facebook

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન પોતાની સ્ટ્રિક્ટ લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે. તે હવે સ્મોક કરતો નથી અને દારૂ પણ પીતો નથી પરંતુ શું તમને ખબર છે કે એક સમય એવો હતો જ્યારે અમિતાભ એક દિવસમાં 200 સિગારેટ પી જતો હતો. એક જૂના ઈન્ટરવ્યૂમાં અમિતાભે આ વિશે વાત કરી હતી. અમિતાભે જણાવ્યું કે 'હુ નોનવેજ ખાતો નથી પરંતુ મારી પત્ની જયા ખાય છે.'

200 સિગારેટ પીતો હતો અમિતાભ

અમિતાભે કહ્યું, 'હુ સ્મોક કરતો નથી અને ડ્રિન્ક પણ કરતો નથી અને નોનવેજ પણ ખાતો નથી. આ કોઈ ધર્મના કારણે નહીં પરંતુ ટેસ્ટના કારણે છે. મારા પરિવારમાં મારા પિતા વેજિટેરિયન હતા અને મારી માતા નહીં. તેવી જ રીતે જયા નોનવેજ ખાય છે અને હુ નહીં. હુ પહેલા મીટ ખાતો હતો. ડ્રિન્ક અને સ્મોક પણ કરતો હતો પરંતુ હવે બધું છોડી દીધું છે. કોલકાતામાં હુ એક દિવસમાં 200 સિગારેટ પીતો હતો, હાં 200. પરંતુ મુંબઈ આવ્યા બાદ મે છોડી દીધી. હુ ડ્રિન્ક પણ કરતો હતો, કંઈ પણ હોય જે હાથમાં આવે તે પીતો હતો પરતુ અમુક વર્ષો પહેલા મે નક્કી કર્યું કે મને આની જરૂર નથી. આ ટેવોના કારણે મને કોઈ તકલીફ થતી નહોતી, માત્ર જ્યારે હુ વિદેશમાં શૂટિંગ કરી રહ્યો હોવ ત્યારે કેમ કે ત્યાં વેજિટેરિયન ભોજનને લઈને મુશ્કેલી પડે છે.'

કોલેજના દિવસોમાં અમિતાભના ઝઘડા થતા હતા

અમિતાભે કહ્યું કે હુ અહિંસક માણસ છુ. મને નથી લાગતુ કે હુ હિંસક માણસ છુ. હુ મારું નિયંત્રણ પણ ગુમાવતો નથી. હા, કોલેજના દિવસોમાં અમુક ઝઘડા થતા હતા પરંતુ આટલું જ. સ્ક્રીન પર લડત ખૂબ અનરિયલ હોય છે. આ શાનદાર હોવી જોઈએ અને લોકો તેને એ રીતે જ સ્વીકાર કરે છે.


Google NewsGoogle News