બિગ બીએ વહુ ઐશ્વર્યા રાયને ઈન્સ્ટાગ્રામ પરથી કર્યા અનફોલો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
બિગ બીએ વહુ ઐશ્વર્યા રાયને ઈન્સ્ટાગ્રામ પરથી કર્યા અનફોલો 1 - image


નવી મુંબઇ,તા.9 ડિસેમ્બર 2023, શનિવાર 

હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના દમદાર અભિનય માટે જાણીતા છે. ફિલ્મી કરિયર સિવાય બિગ બી દરરોજ ચર્ચાનો વિષય બને છે કારણ કે સંયુક્ત બચ્ચન પરિવાર છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના પરિવાર તેમજ શો ને ળઇમને અને ફિલ્મોને લઇને પણ પોસ્ટ કરતાં રહે છે.  બિગ બીના ઈન્સ્ટાગ્રામ પર 36.3 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય અમિતાભ 74 લોકોને ફોલોબેક કરે છે. ખાસ વાત એ છે કે આ 74 લોકોમાં અભિષેક બચ્ચન અને ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ હાજર છે.

હવે બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારની પરેશાનીઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યાના અણબનાવની અફવાઓ બોલિવુડના કોરિડોરમાં ફેલાઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યા અને બચ્ચન વચ્ચે કંઈ જ ઠીક નથી અને પુત્રવધૂ ઐશ્વર્યા નારાજ છે.

ઇન્સ્ટાગ્રામ પર બીગ બીના આટલા ફોલોવર્સ છે પરંતૂ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આ યાદીમાં નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચને ક્યારેય ઐશને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યું જ નથી. જ્યારે કેટલાક ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં કંઇક રંધાઇ રહ્યું છે.  

હાલના રિપોર્ટ મુજબ લોકો ઈન્સ્ટાગ્રામના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. લોકો કહે છે કે અમિતાભ બચ્ચને તેનીવહુને અનફોલો કરી દીધી છે અને ઐશ્વર્યા રાયે પણ તેના સસરા અમિતાભ બચ્ચનને અનફોલો કરી દીધા છે. આ બધું પરિવારમાં ચાલી રહેલા ઝઘડાનું પરિણામ હોવાનું કહેવાય છે. 

બિગ બીએ વહુ ઐશ્વર્યા રાયને ઈન્સ્ટાગ્રામ પરથી કર્યા અનફોલો 2 - image

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ 'ધ આર્ચીઝ'નો પ્રીમિયર યોજાયો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચનનો આખો પરિવાર આ પ્રીમિયરમાં જોવા મળ્યો હતો. આ અવસર પર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન, અજિતાભ બચ્ચન, નિખિલ નંદા અને શ્વેતા બચ્ચન જેવા ઘણા લોકો સાથે જોવા મળ્યા હતા.


Google NewsGoogle News