VIDEO : અમિતાભે હાથ જોડીને ફેન્સનો માન્યો આભાર, 'જલસા'ની બહાર બર્થડે વિશ કરવા ઉમટ્યા લોકો
Image Source: Facebook
મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે પોતાનો 81મો જન્મદિવસ મનાવી રહ્યા છે. બિગ બીએ પરિવારજનો અને ચાહકો સાથે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ વર્ષે પણ અડધી રાત્રે જલસાની બહાર બિગ બી ના ચાહકોની ભીડ જોવા મળી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને મળવા માટે ઘરની બહાર આવ્યા અને હાથ જોડીને તેમનો આભાર માન્યો.
અમિતાભ બચ્ચનના બર્થ ડે પર પરિવારજનો એકઠા થયા
આ દરમિયાન ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આનો એક વીડિયો હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. વીડિયોને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે અમિતાભ બચ્ચનની પાછળ તેમની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન, નાતિન નવયા નવેલી નંદા અને પૌત્રી આરાધ્યા બચ્ચન નજર આવી રહ્યા છે.
વીડિયોમાં ઐશ્વર્યા અને નવ્યાનું ખાસ બોન્ડિંગ જોવા મળ્યુ
ત્રણેય જલસાના એન્ટ્રી ગેટથી બિગ બી ની આ ખાસ ક્ષણ પોતાના ફોનના કેમેરામાં કેપ્ચર કરતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં નવ્યા અને ઐશ્વર્યાની વચ્ચે સારુ બોન્ડિંગ જોવા મળ્યુ.