અમિતાભ બચ્ચને શેર કર્યો AI ફોટો, લોકોએ કહ્યું- 'સર તમે AI કરતા સારા લાગો છો'

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
અમિતાભ બચ્ચને શેર કર્યો AI ફોટો, લોકોએ કહ્યું- 'સર તમે AI કરતા સારા લાગો છો' 1 - image


                                                                 Image Source: Facebook

મુંબઈ, તા. 31 ઓક્ટોબર 2023 મંગળવાર

અમિતાભ બચ્ચન ચર્ચાઓનો ભાગ બનેલા રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ચાહકોની સાથે શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ વિશે જણાવતા રહે છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાની એઆઈ ફોટો શેર કરી છે. જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે પરંતુ અમુક ચાહકોનું કહેવુ છે કે એઆઈ પણ કમાલ દેખાડી શક્યુ નથી. 

અમિતાભ બચ્ચન દરરોજ એક પોસ્ટ જરૂર પોતાના ચાહકો માટે શેર કરે છે. ચાહકો પણ બિગ બીની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. અમિતાભ બચ્ચને એઆઈથી બનેલો પોતાનો ફોટો શેર કરતા લખ્યુ- એઆઈ ઝિંદાબાદ. 

ફોટોમાં અમિતાભ બચ્ચન બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. આ સાથે તેમણે પોલકા ડોટ ટાઈ પહેરેલી છે. આ લુકને બિગ બીના સ્કાયર શેપ ગ્લાસથી કમ્પ્લીટ કરવામાં આવ્યુ છે. આ ફોટોની ખાસ વાત એ છે કે આમાં અમિતાભ બચ્ચનની આંખો બ્લૂ છે.

ચાહકોએ કમેન્ટ કરી

એક ચાહકે કમેન્ટ કરી- આ પેઈન્ટિંગ જેવુ લાગી રહ્યુ છે. અન્ય ચાહકે લખ્યુ- હુ આના કરતા સારી ડ્રોઈંગ કરુ છુ. તમે મારી પ્રોફાઈલ પર જોઈ શકો છો. અન્યએ લખ્યુ - એબી ઝિંદાબાદ. એક યૂઝરે લખ્યુ- સર તમે એઆઈ કરતા સારા લાગો છો.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મ ગણપત તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની સાથે લીડ રોલમાં નજર આવ્યા છે. બિગ બી ટૂંક સમયમાં જ પ્રભાસ અને દીપિકા પાદુકોણની સાથે કલ્કિ 2898 એડીમાં નજર આવશે. ફિલ્મથી તેમનો લુક પણ સામે આવી ચૂક્યો છે.

અમિતાભ બચ્ચન લાંબા સમય બાદ રજનીકાંત સાથે પણ ફિલ્મમાં નજર આવવાના છે. તાજેતરમાં જ પોસ્ટ શેર કરીને તેમણે એ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. 


Google NewsGoogle News