માઈકલ જેક્સનને જોતાં જ હું તો બેભાન...' KBCમાં અમિતાભ બચ્ચને કર્યો શોકિંગ ખુલાસો
Amitabh Bachchan On Michael Jackson : બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 16'ને હોસ્ટ કરી રહ્યા છે. આ શો દરમિયાન બિગ બી સ્પર્ધકો સાથે વાતચીત કરતા હસતા અને મજાક કરતા જોવા મળે છે. ક્યારેક તેઓ પોતાના જીવનની અમુક રસપ્રદ વાતો પણ બધા સાથે શેર કરતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં અમિતાભ બચ્ચને લોકપ્રિય પોપસ્ટાર માઈકલ જેક્સન સાથે સંબંધિત તેમને સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જયારે મેં પહેલી મીટિંગમાં માઈકલ જેક્સનને જોયા હતા, ત્યારે હું તેમણે જોઈને લગભગ બેહોશ થઈ ગયો હતો.
તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. અભય અને ડૉ. રાની બંગ KBC મંચ પર ભાગ લેવા માટે આવ્યા હતા. તેમની સાથે રમતી વખતે અમિતાભ બચ્ચને રાની બેંગને તેમના પ્રિય ગાયક વિશે પૂછ્યું હતું. તે વાતચીત દરમિયાન માઈકલ જેક્સનની વાર્તા સામે આવી હતી. પોપ કિંગનું નામ સાંભળતાની સાથે જ અમિતાભ બચ્ચન જૂની યાદોમાં ખોવાઈ ગયા.
આ દરમિયાન અમિતાભ બચ્ચને માઈકલ જેક્સન સાથેની તેમની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'હું ન્યૂયોર્કની એ જ હોટલમાં રોકાયો હતો જ્યાં માઈકલ જેક્સન પણ રોકાયા હતા. એક દિવસ મેં મારા રૂમનો દરવાજો ખટખટાવવાનો અવાજ સાંભળ્યો. પછી મેં ઊઠીને દરવાજો ખોલ્યો ત્યારે સામે માઈકલ જેક્સન ઊભા હતા. હું તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એમને જોઇને હું બેહોશ થવનો હતો, પરંતુ મેં મારી જાતને નિયંત્રિત કરી અને સંયમ જાળવી રાખ્યું, પછી મેં માઈકલ જેક્સનનું અભિવાદન કર્યું, અને તેમણે મને પૂછ્યું કે શું આ મારો રૂમ છે? જ્યારે મેં 'હા' કહ્યું ત્યારે તેમને પોતાની ભૂલ સમજાઈ હતી. તે સમયે તેમને ખ્યાલ આવ્યો કે તેમણે ભૂલથી કોઈ બીજાનો દરવાજો ખખડાવ્યો હતો.'
અમિતાભે આગળ કહ્યું હતું કે, 'આ પછી માઈકલ જેક્સન તેમના રૂમમાં જતા રહ્યા હતા. ત્યાંથી તેમણે બીજા કોઈને મારી પાસે મોકલ્યા. અને પછી અમે બંનેએ સાથે બેસીને વાતચીત કરી હતી. તેમની સાથે વાત કરતી વખતે મને સમજાયું કે તેઓ આટલા પ્રખ્યાત હોવા છતાં પણ ખૂબ જ વિનમ્ર હતા.'
આ પણ વાંચોઃ અભિનેતા સ્ટીરિયોટાઈપિંગ એક્ટિંગનો શિકાર થયા, દિગ્ગજ એક્ટર મનોજ બાજપેયીનો નવો ધડાકો
વધુ એક કિસ્સાને જણાવતા અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, 'એકવાર માઈકલ જેક્સનનો અમેરિકામાં શો હતો. ત્યારે ન્યૂયોર્કથી સ્થળ સુધી જવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જ્યારે હું હોટલ પહોંચ્યો ત્યારે સ્ટાફે મને કહેવામાં આવ્યું કે કોઈ રૂમ ખાલી નથી. તે સમયે હોટલના તમામ 350 રૂમ માઈકલ જેક્સન અને તેમના સ્ટાફ માટે બુક કરવામાં આવ્યા હતા. ઘણી મુશ્કેલી બાદ મને સ્ટેડિયમની પાછળની સીટ મળી જ્યાંથી મેં તેમનો શો જોયો હતો. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં માઈકલ જેક્સનનું નિધન થયું હતું.'