33 વર્ષ બાદ ફરી એકસાથે કામ કરશે બિગ બી અને થલાઇવા, ફોટો વાયરલ
image:twitter
બોલીવૂડના મહાનાયક બિગ બી એટલે કે, અમિતાભ બચ્ચન અને સાઉથના સ્ટાર રજનીકાંતની ફેન ફોલોઈંગ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. બંનેએ પોતપોતાની ફિલ્મોથી જે સફળતા મેળવી છે તે વખાણવાલાયક છે. આ બંને કલાકારોના ફેન્સ માટે એક ગુડ ન્યુઝ છે. આ સ્ટાર્સ હવે એકસાથે એક ફિલ્મમમાં જોવા મળશે.
અમિતાભ બચ્ચન અને રજનીકાંત ટૂંક સમયમાં ફિલ્મ વેટ્ટિયનમાં જોવા મળશે. બંનેએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. બંને દિગ્ગજ કલાકારોની ફિલ્મના સેટ પરથી જે તસવીરો બહાર આવી રહી છે તે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.
અમિતાભ બચ્ચને ફોટો શેર કર્યો
અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. બિગ બીએ તસવીર સાથે કેપ્શન લખ્યું, 'થાલા ધ ગ્રેટ રજની સાથે ફરી જોડાઈને હું સન્માનિત અને ગર્વ અનુભવું છું. તે બિલકુલ બદલાયા નથી. તે સરળ, નમ્ર અને એકદમ ડાઉન ટુ અર્થ છે.
રજની અન્ના અને અમિતાભની ફિલ્મ 'વટ્ટિયાં' લાયકા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે. નિર્માતાઓએ X પર આ માહિતી આપી હતી. આ સિવાય સેટ પરથી અમિતાભ બચ્ચન અને રજનીકાંતની તસવીરો પણ સામે આવી છે, જેમાં બંને સ્ટાર્સ કોટ અને પેન્ટ પહેરેલા જોવા મળે છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે.
બંને 33 વર્ષ પહેલા આ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા
આ પહેલા અમિતાભ બચ્ચન અને રજનીકાંત 1991માં આવેલી ફિલ્મ હમમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન મુકુલ એસ આનંદે કર્યું હતું. ફિલ્મમાં ગોવિંદા, મુકુલ એસ આનંદ, અનુપમ ખેર, કાદર ખાન, ડેની ડેન્ઝોંગપા, શિલ્પા શિરોડકર અને દીપા સાહી પણ જોવા મળ્યા હતા.
વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે અશ્વત્થામાના રોલમાં જોવા મળશે. રજનીકાંતની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે લાલ સલામમાં જોવા મળ્યા હતા.