અમિતાભ બચ્ચને માલદીવ મુદ્દે કર્યા જયશંકરના વખાણ, બિગ બી રાજકારણમાં જોડાય તેવી અટકળો

વિદેશ મંત્રીએ તેમના પુસ્તક 'વ્હાય ભારત મેટર્સ'ના પ્રમોશનમાં માલદીવને જડબાતોડ જવાબ આપ્યો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
અમિતાભ બચ્ચને માલદીવ મુદ્દે કર્યા જયશંકરના વખાણ, બિગ બી રાજકારણમાં જોડાય તેવી અટકળો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 04 માર્ચ 2024, સોમવાર

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા સેલિબ્રિટી છે. ક્યારેક બ્લોગ પર તો ક્યારેક X પર પોતાની વાત મૂકે છે. હવે બિગ બીએ માલદીવ વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરના વખાણ કર્યા છે. ત્યાર બાદ હવે બિગ બી રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

માલદીવ અને ભારત વચ્ચે પર્યટનને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત અણબનાવ ચાલી રહ્યો છે. PM નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન શેર કરેલી કેટલીક તસવીરો પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 

અમિતાભ બચ્ચને  જયશંકરના કર્યા વખાણ

જયશંકરે તાજેતરમાં જ પોતાના પુસ્તક 'વ્હાય ભારત મેટર્સ'ના પ્રમોશન દરમિયાન માલદીવને જડબાતોડ જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રીના નિવેદનથી અમિતાભ બચ્ચન ખૂબ જ પ્રભાવિત થયા છે. એસ જયશંકરની વાતોથી પ્રભાવિત થઈને બિગ બીએ X પર એક વીડિયો પોસ્ટ કરીને તેમની પ્રશંસા કરી છે.

શું બિગ બી રાજકારણમાં જોડાશે?

અમિતાભ બચ્ચને એસ જયશંકરનો વીડિયો શેર કરતા લખ્યું કે, 'વાહ! એકદમ યોગ્ય કહ્યું સર તમે......' બિગ બીની આ કોમેન્ટ પર અનેક ચાહકોએ તેમના વખાણ કર્યા છે. બીજી તરફ કેટલાક લોકોએ તેમને પૂછ્યુ કે, શું તમે હવે રાજકારણમાં જવાનું મન બનાવી રહ્યા છો?

બદમાશ હોત તો તમને મદદ ના કરી હોત!

જયશંકરના નિવેદન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘જો તમે ભારતને એક મોટો બદમાશ દેશ માનો છો તો એ ન ભૂલશો કે બદમાશa ખરાબ સમયમાં પાડોશીઓને 4.5 અબજ ડોલરની મદદ નથી કરતા. બદમાશો કોરોના મહામારી સમયે બીજા દેશોને વેક્સિન ન મોકલાવે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનાજથી લઈને ખાતર અને દવાઓ પણ ન મોકલાવે. આજે ભારતના વખાણ સમગ્ર દુનિયા કરે છે. સંકટના સમયે ભારતે દરેક દેશની મદદ કરી છે.’ 


Google NewsGoogle News