અમિતાભ બચ્ચનની થઈ સર્જરી, બ્લોગમાં કર્યો ખુલાસો, ફોટોમાં કાળી પટ્ટી બાંધેલા નજરે પડ્યા

અમિતાભ બચ્ચાને હાલમાં જ તેના હાથની સર્જરી કરાવી છે

અભિનેતાએ પોતે તસવીરો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
અમિતાભ બચ્ચનની થઈ સર્જરી, બ્લોગમાં કર્યો ખુલાસો, ફોટોમાં કાળી પટ્ટી બાંધેલા નજરે પડ્યા 1 - image


Amitabh Bachchan: અયોધ્યાના રામ મંદિરથી 15 મિનિટના અંતરે એક પ્લોટ લેવાના કારણે અમિતાભ બચ્ચન હાલમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પરંતુ, આ સમાચાર તેમના પ્લોટ વિષે નહિ પરંતુ તેમની સર્જરી વિશે છે.  અમિતાભ બચ્ચને પોતાના નવા બ્લોગમાં ખુલાસો કર્યો છે કે તાજેતરમાં તેમના હાથની સર્જરી કરવામાં આવી છે.

અમિતાભ બચ્ચન હાથ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા

અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે સર્જરી બાદ તેણે અક્ષય કુમાર અને સુરૈયા સાથે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) માટે એક જાહેરાત પણ શૂટ કરી છે. તેણે પોતાના બ્લોગની સાથે ઘણી તસવીરો પણ પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અમિતાભ બચ્ચન હાથ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. અભિનેતાએ એ નથી જણાવ્યું કે તેની સર્જરી ક્યારે અને શા માટે થઈ, પરંતુ તેણે એ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર અને સૂર્યા સાથે સેટ પર રિતિક રોશન પણ હાજર હતો.

ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શું છે?

ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર આધારિત છે. આમાં અમિતાભ મુંબઈની ટીમના માલિક છે જ્યારે અક્ષય શ્રીનગરની ટીમના માલિક છે. આ એક T-10 ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે મુંબઈમાં 2 માર્ચથી 9 માર્ચ સુધી રમાશે. તેમાં 6 ટીમો ભાગ લેશે. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર ઉપરાંત, સૈફ અલી ખાન, કરીના કપૂર, હૃતિક, સૂર્યા અને રામ ચરણની પણ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં એક-એક ટીમ છે.

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી, બ્લોગમાં કર્યો ખુલાસો, ફોટોમાં કાળી પટ્ટી બાંધેલા નજરે પડ્યા 2 - image


Google NewsGoogle News