અમિતાભ બચ્ચને દીકરી શ્વેતાને ગિફ્ટ કર્યો 'પ્રતીક્ષા' બંગલો, જાણો હવે બિગ બી ક્યાં રહેશે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
અમિતાભ બચ્ચને દીકરી શ્વેતાને ગિફ્ટ કર્યો 'પ્રતીક્ષા' બંગલો, જાણો હવે બિગ બી ક્યાં રહેશે 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 25 નવેમ્બર 2023 શનિવાર

અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે. કહેવાઈ રહ્યુ છે કે મહાનાયકે પોતાની પત્ની જયા બચ્ચનની મરજીથી પુત્રી શ્વેતા બચ્ચનને જુહૂ વાળો બંગલો પ્રતીક્ષા ગિફ્ટ કરી દીધો છે. 8 નવેમ્બર 2023એ આ ઘરની ડીડ સાઈન કરવામાં આવી, જેમાં 50.65 લાખ રૂપિયા રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યૂટીના આપવામાં આવ્યા છે. પ્રતીક્ષા બે પ્લોટમાં બનેલો છે.

અમિતાભે પુત્રીના નામે કર્યો બંગલો

બે ડીડ્સ સાઈન કરવામાં આવી છે. પહેલી અમિતાભ, જયા અને શ્વેતા વચ્ચે જે પ્લોટ નંબર 14 માટે સાઈન કરવામાં આવી છે. પ્રતીક્ષા બંગલો વિઠ્ઠલનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, જેવીપીડી સ્કીમ, જુહૂમાં બનેલો છે. આ 890.47 સ્કવેર મીટર્સમાં બનેલો છે. આની સાથે પ્રતીક્ષા પ્લોટ નંબર 15 માં પણ બનેલો છે. આ 674 સ્કવેર મીટરનો એરિયા કવર કરે છે. પ્લોટ નંબર 15 ની ડીડ અમિતાભ અને શ્વેતાની વચ્ચે સાઈન થઈ છે. તો આ રીતે ટોટલ 1564 સ્કવેર મીટર એરિયા થયો છે. બંગલાની માર્કેટ વેલ્યૂ 50.63 કરોડ છે. જોકે આ પ્રાઈઝ નક્કી નથી. 

પ્રતીક્ષાની શ્વેતા નવી માલકણ બની ચૂકી છે. અમિતાભ બચ્ચનના ત્રણ બંગલા છે. પ્રતીક્ષા, જલસા અને જનક. આમાંથી જલસામાં અમિતાભ પોતે રહે છે. જયા બચ્ચનની સાથે. સોશિયલ મીડિયા પર ઘણી વખત અમિતાભ પરિવાર સાથે ફોટો અપલોડ કરે છે જેમાં જલસાની અંદરના ઈન્ટીરિયર નજર આવે છે. બંગલો ખૂબ આલીશાન બનેલો છે. ખૂબ મોટુ ગાર્ડન છે, જેમાં વૃક્ષ-છોડ લાગેલા છે અને સીટિંગ એરિયા પણ બનાવાયેલો છે.

રવિવારના દિવસે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના સેલેબ્સ સાથે રૂબરૂ થાય છે તો તેઓ જલસાની બહાર જ રૂબરૂ થાય છે. આ દરમિયાન તેના ફોટો પણ મહાનાયક સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સિવાય અમિતાભ બચ્ચનને બ્લોગ લખવાનો શોખ છે. તેઓ પોતાના મત તેમાં લખવાનું પસંદ કરે છે. આ સિવાય દોહિત્ર કે પૌત્રી સાથે જોડાયેલી કોઈ અપડેટ આપવાની હોય તો તે પણ તેઓ બ્લોગમાં જ આપવાનું પસંદ કરે છે. અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં 'Kalki 2898 AD' અને 'Thalaivar 170' માં નજર આવવાના છે. 'Kalki 2898 AD' થી અમિતાભનો લુક સામે આવી ચૂક્યો છે. ચાહકો તેના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Google NewsGoogle News