અમિતાભ બચ્ચન અયોધ્યામાં બનાવશે ઘર! પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખરીદ્યો કરોડોનો પ્લોટ
અમિતાભ બચ્ચન અયોધ્યામાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે
Amitabh Bachchan Buy a Plot: અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી આ જગ્યા કેટલી મોટી છે અને તેની કિંમત કેટલી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે અમિતાભ બચ્ચન ત્યાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત રૂ. 14.5 કરોડ છે.
પરંપરા અને આધુનિકતાનું શહેર
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ સાથે સરયુ એન્ક્લેવનું પણ લોકાર્પણ થશે. કહેવામાં આવી રહ્યું છે કે તે 51 એકરમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટમાં રોકાણ અંગે અમિતાભ બચ્ચને એક મીડિયા હાઉસને જણાવ્યું હતુ કે, 'હું અયોધ્યામાં ધ સરયૂમાં, ધ હાઉસ ઓફ અભિનિંદ લોઢા સાથે ઘર બનાવવા માટે ઉત્સાહિત છું. આ શહેરનું મારા હૃદયમાં વિશેષ સ્થાન છે. અયોધ્યાની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ તેની ભૌગોલિક સીમાઓ કરતા એક ભાવનાત્મક બંધન બનાવ્યું છે. ત્યાં પરંપરા અને આધુનિકતા સાથે રહે છે. તેમજ હું આ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ કેપિટલમાં મારું ઘર બનાવવા માટે ઉત્સુક છું.'
અલ્હાબાદથી 4 કલાકનું જ અંતર
અમિતાભ બચ્ચનનું જન્મસ્થળ અલ્હાબાદ છે. નેશનલ હાઈવે 330 થી અયોધ્યાનું અંતર 4 કલાકનું છે. આ પ્લોટ રામ મંદિરથી 15 મિનિટ દૂર છે. અયોધ્યા એરપોર્ટથી તેનું અંતર 30 મિનિટનું છે.