Get The App

'તે ક્ષણ મારા માટે સૌથી પીડાદાયક હતી': માતા તેજી બચ્ચનને યાદ કરી બિગ બી ભાવુક થયા

Updated: Dec 21st, 2022


Google NewsGoogle News
'તે ક્ષણ મારા માટે સૌથી પીડાદાયક હતી': માતા તેજી બચ્ચનને યાદ કરી બિગ બી ભાવુક થયા 1 - image


મુંબઈ, તા. 21 ડિસેમ્બર 2022 બુધવાર

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનને આજે દુનિયાને અલવિદા કહે 15 વર્ષ વીતી ચૂક્યા છે. 21 ડિસેમ્બર 2007માં અમિતાભ બચ્ચનના માતા તેજીએ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દરમિયાન આજે તેજી બચ્ચનની પુણ્યતિથિ નિમિત્તે બિગ બીએ પોતાની માતાને યાદ કર્યા છે. આ દરમિયાન પોતાની બ્લોગ પોસ્ટ દ્વારા અમિતાભ બચ્ચને તે કિસ્સો શેર કર્યો છે, જ્યારે તેજી બચ્ચનનું હોસ્પિટલમાં તેમની નજર સમક્ષ નિધન થયુ હતુ. 

'તે ક્ષણ મારા માટે સૌથી પીડાદાયક હતી': માતા તેજી બચ્ચનને યાદ કરી બિગ બી ભાવુક થયા 2 - image

માતા તેજી બચ્ચનની 15મી પુણ્યતિથિ પર અમિતાભ બચ્ચને તેજી બચ્ચનને દિલથી યાદ કર્યા છે.  અમિતાભ બચ્ચને પોતાની બ્લોગ પોસ્ટમાં માતા વિશે વાત કરતા તે ક્ષણનો ઉલ્લેખ કર્યો છે જ્યારે તેમની માતાએ આ દુનિયાને અલવિદા કહ્યુ. 

અમિતાભ બચ્ચને લખ્યુ છે કે, 'આજની સવાર તેઓ હંમેશા માટે દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. તે સમયે હુ અને મારા પરિવારના લોકો હોસ્પિટલના એક રૂમમાં એક સાથે ઊભેલા હતા અને તેમના (તેજી બચ્ચન) ના મૃતદેહને ડોક્ટર દ્વારા જીવિત કરવાના પ્રયત્નને જોઈ રહ્યા હતા, અમને ખબર પડી ગઈ હતી કે તેઓ જતા રહ્યા છે.

'તે ક્ષણ મારા માટે સૌથી પીડાદાયક હતી': માતા તેજી બચ્ચનને યાદ કરી બિગ બી ભાવુક થયા 3 - image

રૂમમાં હાજર મોનિટર સીધી રેખા દર્શાવી રહ્યુ હતુ. તે દરમિયાન મે ડોક્ટર્સને કહ્યુ કે તેમને છોડી દો અને જવા દો, તે જવા ઈચ્છે છે. કંઈ જ ના કરો હવે રહેવા દો. કેમ કે તેમના શરીરને પંપિંગ દ્વારા પુનર્જીવિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે ક્ષણ મારા માટે ખૂબ જ પીડાદાયક હતી, અમારી સૌની આંખોમાં આંસુ હતા.


Google NewsGoogle News