અમિત સિયાલ તથા અંકિતા લોખંડેની સાવરકરની બાયોપિકમાં એન્ટ્રી
- મહેશ માંજરેકરના સ્થાને હવે મુખ્ય અભિનેતા રણદીપ હૂડા જાતે ડિરેક્શન કરી રહ્યો છે
મુંબઇ : સ્વાતંત્ર્ય વીર સાવરકર પર બની રહેલી બાયોપિકમાં ઓટીટીનો પોપ્યુલર અભિનેતા અમિત સિયાલ તથા ટીવી સિરિયલોથી જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે પણ ભૂમિકા ભજવવાનાં છે. ફિલ્મ સર્જકો તરફથી આ બંને કલાકારો ફિલ્મનો હિસ્સો હોવાની ઘોષણા કરવામાં આવી હતી.
અંકિતાએ બાગી થ્રી તથા મણિકર્ણિકા ફિલ્મોમાં કામ કર્યું છે. અમિત સિયાલ જામતારા સહિતની અનેક વેબ સિરીઝના દમદાર કલાકાર તરીકે જાણીતો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અગાઉ મહેશ માજંરેકર કરવાના હતા. પરંતુ, હવે રણદીપ હૂડા જ સાવરકરનો રોલ ભજવવાની સાથે સાથે દિગ્દર્શન પણ કરી રહ્યો છે.