રજનીકાંતની કુલી ફિલ્મમાં આમિરનો કેમિયો હશે
- 30 વર્ષ પછી આમિર-રજનીકાંત સ્ક્રિન શેર કરશે
- લોકેશ કનગરાજની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રાણા દગ્ગુબાતી સહિતના કલાકારો
મુંબઇ : રજનીકાંતની ભૂમિકા ધરાવતી લોકેશ કનગરાજની ફિલ્મમાં આમિર ખાન એક કેમિયો કરવાનો છે. બંને ૩૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે. અગાઉ ૧૯૯૫માં 'આતંક હી આતંક' ફિલ્મમાં બંને સાથે દેખાયા હતા.
આ ફિલ્મમાં ખલનાયકનો રોલ નાગાર્જુન ભજવવાનો હતો પરંતુ સમૂસુથરું પાર ન પડતાં હવે કન્નડ અભિનેતા ઉપેન્દ્ર રાવ આ ફિલ્મમા ં વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન,શ્રુતિ હાસન અને રાણા દગ્ગુબાત્તી પણ મહત્વના રોલમાં જોવા મળશે.
આ ફિલમનું શૂટિંગ જુલાઇ મહિનામાં જ હૈદરાબાદમાં શરૂ થઇ ચુક્યું છે. ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થાય તેવું પ્લાનિંગ છે.