VIDEO : રેવ પાર્ટી વિવાદ વચ્ચે સલમાન ખાને એલ્વિશ યાદવને આપી સલાહ, કરી દીધી આવી વાત

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
VIDEO : રેવ પાર્ટી વિવાદ વચ્ચે સલમાન ખાને એલ્વિશ યાદવને આપી સલાહ, કરી દીધી આવી વાત 1 - image


                                                     Image Source: Twitter

મુંબઈ, તા. 04 નવેમ્બર 2023 શનિવાર

એલ્વિશ યાદવ ગયા એપિસોડમાં સલમાન ખાનના શો બિગ બોસ 17માં મનીષા રાનીની સાથે આવ્યા. આ દરમિયાન એલ્વિશ, સલમાનની સાથે ખૂબ મસ્તી કરે છે પરંતુ આ સિવાય તે તેમની નેગેટિવ પીઆર મુદ્દે પણ વાત કરે છે કે તેમના વિશે ખોટી વાતો બનાવવામાં આવે છે. જે બાદ સલમાને તેમને નેગેટિવ પીઆર અંગે ખાસ સલાહ પણ આપી.

એલ્વિશે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યુ

વીડિયોમાં એલ્વિશને સલમાન પૂછે છે કે તમે થોડા દિવસ પહેલા ટ્રોફી પાછી આપવાની વાત કહી તો તેની પર એલ્વિશ કહે છે, એવી નેગેટિવિટી ફેલાઈ રહી હતી, મારા માટે મીમ્સ બની રહ્યા હતા. મારા વિરુદ્ધ નેગેટિવિટી ફેલાઈ રહી હતી તો પછી મે કહ્યુ કે જુઓ જો ટ્રોફી માટે આ બધુ થઈ રહ્યુ છે તો મારી પાસેથી ટ્રોફી લઈ લો અને આ બધુ બંધ કરો.

સલમાન ખાનની સલાહ

એક વ્યક્તિ મંજિલ સુધી પહોંચે છે તો ઈર્ષ્યા થાય છે તો તમારે વિચારવાનું છે કે તમે એક મંજિલ સુધી પહોંચી ગયા છો, સફળ થઈ ગયા છો તો આ બધા વિશે ના વિચારો.

આરોપો વિશે શું કહ્યુ

એલ્વિશ પર તાજેતરમાં જ રેવ પાર્ટીમાં સ્નેક વેનમનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. પોતાની ઉપર લાગેલા આરોપો પર સ્પષ્ટતા આપતા એલ્વિશે કહ્યુ હું સવારે ઉઠ્યુ અને મે જોયુ મારા વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે એલ્વિશ યાદવની ધરપકડ કરી લેવાઈ છે. એલ્વિશ નશીલા પદાર્થની સાથે પકડાઈ ગયા. આ બધા આરોપો બિલકુલ ખોટા છે અને હુ મારો પૂર્ણ સહયોગ આપવા તૈયાર છુ. હુ યુપી પોલીસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને કહુ છુ કે જો મારી એક ટકા પણ ઈન્વોલ્મેન્ટ મળે છે તો હુ પૂરી જવાબદારી લેવા માટે તૈયાર છુ પરંતુ જ્યાં સુધી નક્કર પુરાવા ન મળે કે મારી ધરપકડ થઈ ગઈ છે ત્યાં સુધી ખોટા સમાચાર ન ફેલાવો પ્લીઝ મારી ઈમેજ ખરાબ ના કરો. 


Google NewsGoogle News