બ્રેકઅપની અફવા વચ્ચે મલાયકા અરોરા અને અર્જુન કપૂર મિત્રના લગ્નમાં સાથે જોવા મળ્યા
- કહેવાય છે કે, બન્નેમાંથી એકને લગ્ન કરીને સેટલ થવા પર બોલાચાલી થઇ હતી
મુંબઇ : મલાયકાઅરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઇ ગયાની અફવા ચગી હતી. તેવામાં બન્ને જણા ફરી સાથે જોવા મળ્યા છે. તેઓ તેમના એક મિત્રના લગ્નની તસવીરમાં જોવા મળી રહ્યા છે.
એક ફોટોગ્રાફરના લગ્નના પ્રી -વેડિંગ ફંકશન્સમાં અર્જુન કપૂર, મલાયકા અરોરા, શયાના કપૂર, અંશુલા કપૂર તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે જોવા મળી હતી. હવે આ તસવીર સોશયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેમાં અર્જુન પાછળ અને મલાયકા આગળ ઊભેલી જોવા મળે છે.
મલાયકાએ આ ગુ્રપ ફોટોને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે અન અન્યો મિત્રોની સાથે અર્જુ કપૂરને પણ ટેગ કર્યો છે.
કહેવાય છે કે બન્નેમાંથી એકને લગ્ન કરીને સેટલ થઇ જવું છે. આ બાબતે બન્ને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય છે. પરંતુ ફરી તેઓ એક થઇ જતા હોય છે.