ડૂબતી કારકિર્દી વચ્ચે પૂજા હેગડેને શાહિદ સાથે ફિલ્મ મળી

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ડૂબતી કારકિર્દી વચ્ચે પૂજા હેગડેને શાહિદ સાથે ફિલ્મ મળી 1 - image


- પૂજાને કારકિર્દી બચાવવા વધુ એક તક

- શાહિદની પોલીસ અધિકારી તરીકેની એક્શન ફિલ્મમાં પૂજાનો રોલ નગણ્ય જ હશે 

મુંબઇ : પૂજા હેગડેની કારકિર્દી અસ્તાચળ પર છે ત્યાં તેને શાહિદ કપૂર સાથેની વધુ એક એક્શન ફિલ્મ મળી છે. આ ફિલ્મ ચાલી જશે તો કદાચ પૂજાની કારકિર્દી થોડાં  વર્ષો માટે લંબાઈ જશે. 

પૂજાની તાજેતરમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન', 'સરકસ',' રાધે શ્યામ' એમ એક પછી એક ફિલ્મો લાગલગાટ નિષ્ફળ જતાં તેના પર ફલોપ હિરોઈનનું ટેગ લાગી ગયું છે. આ ઈમેજમાંથી બહાર આવવા પૂજા સારી ફિલ્મો મેળવવા પ્રયાસ કરી રહી છે. 

શાહિદ કપૂર હવે એક્શન ફિલ્મો તરફ વળી ગયો છે. તેણે એક પોલીસ અધિકારી ની ભૂમિકા ધરાવતી ફિલ્મ પસંદ કરી છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી.  આ ફિલ્મમાં પૂજા અને શાહિદ પહેલીવાર સ્ક્રીન શેર કરશે. 

આ ફિલ્મની હજુ તો જાહેરાત થઈ છે. તેની વાર્તા વિશે વધુ વિગતો બહાર આવી નથી. પૂજાના રોલ વિશે પણ ખાસ કોઈ વિગતો નથી. પરંતુ દેખીતી રીતે એક્શન ફિલ્મમાં બધું ફોક્સ શાહિદ જેવા કલાકાર હશે ત્યારે પૂજા પાસે ખાસ કોઈ નોંધપાત્ર ભૂમિકા હોવાની સંભાવના ઓછી છે. 


Google NewsGoogle News