'આમી જે તોમાર', ભૂલભૂલૈયા 3નું સોન્ગ રિલીઝ, વિદ્યા-માધુરી વચ્ચે કાંટાની ટક્કર, જુઓ VIDEO
Ami Je Tomar 3.0: સ્ટાઈલ હોય, નજાકત હોય, ઈમોશન હોય કે કોરિયોગ્રાફી સાથે ન્યાય હોય... માધુરીના ડાન્સમાં હંમેશા તે બધી બાબતો જોવા મળે છે. માધુરીની હાજરી કોઈપણ ગીતને આઇકોનિક બનાવી દે છે.
કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ 'ભૂલભૂલૈયા 3'નું ટ્રેલર જોયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. પછી તે કાર્તિકના 'રૂહ બાબા' અવતારની વાપસી હોય કે મંજુલિકા- વિદ્યા બાલનની વાપસી હોય અથવા તો માધુરી દીક્ષિત જે 'ભૂલ ભુલૈયા 3'માં બીજી મંજુલિકા તરીકે આવી રહી છે તેની હોય. આ ટ્રેલરમાં બોલિવૂડ ફેન્સને આકર્ષવા માટે ઘણી વસ્તુઓ છે.
રિલીઝ થયું આમી જે તોમાર સોન્ગ
ભૂલભૂલૈયા 3 ટ્રેલરમાં જે વાતે ફેન્સનું ધ્યાન ખેંચ્યું તે માધુરી અને વિદ્યાના ડાન્સ પરફોર્મન્સની એક ઝલક હતી. હવે આખરે 'ભૂલભૂલૈયા 3'નું એ 'આમી જે તોમાર' સોન્ગ રિલીઝ થયું છે, જેમાં આ બંને અભિનેત્રીઓ ડાન્સમાં એકબીજા ટક્કર આપતી દેખાઈ રહી છે.
યુટ્યુબ પર રિલીઝ થયું 'આમી જે તોમર' સોન્ગ
આ વખતે બંને અભિનેત્રીઓ 'આમી જે તોમર 3.0' વર્ઝનમાં ડાન્સ કરતી જોવા મળે છે. આમ પણ માધુરી ધક ધક ગર્લ તરીકે ઓળખાય છે. એના ડાન્સ પરફોર્મન્સને જોઈને તેના ફેન્સનું દિલ ધડકે છે.
ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ મેકર્સે યુટ્યુબ પર 'આમી જે તોમર' સોન્ગ રિલીઝ કર્યું છે. આમાં વિદ્યા અને માધુરી વચ્ચે જબરદસ્ત ફેસ ઓફ જોવા મળે છે. આ બંને ખૂબ જ સારો રીતે ડાન્સ કરી રહ્યાં છે. બંને અભિનેત્રી એકબીજાને ટક્કર આપતી જોવા મળે છે. વિદ્યાએ બ્લેક-રેડ સાડી પહેરી છે. વાળમાં ગજરા લગાવ્યો છે. જયારે માધુરી લાલ અનારકલી સૂટમાં જોવા મળી રહી છે. બંને ઝાંઝર પહેરીને ડાન્સ કરતા જોવા મળે છે.
વર્ષ 2007ના ગીતનો ચાર્મ આ વર્ઝનમાં પણ છે
2007માં રિલીઝ થયેલી ભૂલભૂલૈયા ફિલ્મમાં જે 'આમી જે તોમર'નું વર્ઝન હતું આ વર્ઝન પણ તે જ છે. 2007ના સોન્ગમાં વિદ્યા બાલનએ એકલા પરફોર્મ કર્યું હતું. જયારે આમી જે તોમર 3.0માં તેની સાથે માધુરી દીક્ષિત પણ જોવા મળી રહી છે. ગીતને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. આ ગીતને જોઈને લાગે છે કે જૂના ગીતનો ચાર્મ જળવાઈ રહ્યો છે. તેને ગાયક પ્રિતમે કમ્પોઝ કર્યું છે. શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે.
પહેલી નવેમ્બરના રોજ ફિલ્મ થશે રિલીઝ
ફિલ્મ 'ભૂલભૂલૈયા 3' 1 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. આ વખતે અજય દેવગન, અક્ષય કુમાર, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણની ફિલ્મ 'સિંઘમ અગેન' પણ તેને ટક્કર આપશે.