Get The App

જાણીતી હોલિવૂડ અભિનેત્રી ડેલ હેડનનું શંકાસ્પદ મોત, ઘરમાં કાર્બન મોનોક્સાઈડ લીક થયું હોવાનું તારણ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
જાણીતી હોલિવૂડ અભિનેત્રી ડેલ હેડનનું શંકાસ્પદ મોત, ઘરમાં કાર્બન મોનોક્સાઈડ લીક થયું હોવાનું તારણ 1 - image


Model Dayle Haddon Dead: હોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ ડેલ હેડનનું અમેરિકાના પેન્સિલવેનિયામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે, 'કાર્બન મોનોક્સાઈડ લીક થવાને કારણે હેડનનું મૃત્યુ થયું હતું.' તે 76 વર્ષની હતી. તેના સોલેબરી ટાઉનશીપ ઘરના બીજા માળના બેડરૂમમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 

ઘટનાસ્થળની સ્થિતિ

બક્સ કાઉન્ટીના અધિકારીઓએ કહ્યું કે, 'સવારે સોલેબરી ટાઉનશિપમાં આવેલા એક ઘરમાં એક વ્યક્તિ બેભાન અવસ્થામાં હોવાની જાણકારી મળી હતી. જેની ઓળખ 76 વર્ષીય એરી.કે. વૉલ્ટર જે.બ્લૂકાસ તરીકે થઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા. જ્યારે ઘરના બીજા માળે જ ડેલ હેડન મૃત હાલતમાં મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે ડેલ હેડન 1970 અને 1980 ના દાયકામાં વોગ, કોસ્મોપોલિટન અને એલે તથા એસ્ક્વાયરના કવર પર જોવા મળી હતી.

આ પણ વાંચો: કાશ્મીરમાં ભારે હિમવર્ષા, જોઝિલા પાસમાં પારો ગગડી -27, દિલ્હીમાં વરસાદે 101 વર્ષનો રેકોર્ડ તોડ્યો


પોલીસે તપાસ હાથ ઘરી

સોલેબરી ટાઉનશીપ પોલીસ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગેસ હીટિંગ સિસ્ટમની નબળી જાળવણી અને ગંદી ચીમનીને કારણે એક્ઝોસ્ટ પાઇપમાંથી ગેસ લીકેજ થયો હતો.

જાણીતી હોલિવૂડ અભિનેત્રી ડેલ હેડનનું શંકાસ્પદ મોત, ઘરમાં કાર્બન મોનોક્સાઈડ લીક થયું હોવાનું તારણ 2 - image



Google NewsGoogle News