Get The App

100 કરોડ આપે તોય સાસુનો રોલ તો ના કરું...', દિગ્ગજ અભિનેત્રીનો જાણીતા ડાયરેક્ટરને જવાબ

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
100 કરોડ આપે તોય સાસુનો રોલ તો ના કરું...', દિગ્ગજ અભિનેત્રીનો જાણીતા ડાયરેક્ટરને જવાબ 1 - image


Ameesha Patel On  Gadar Director Anil Sharma: હિન્દી સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર અનિલ શર્મા હાલમાં પોતાની ફિલ્મ વનવાસને લઈને ચર્ચામાં છે. પોતાની ફિલ્મના પ્રમોશન વચ્ચે તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અમિષા પટેલ પર નિશાન સાધ્યુ હતું. તેણે કહ્યું હતું કે, અમિષામાં પોતાના પાત્રને આગળ વધારવાની સમજ નથી. અનિલ શર્માના નિવેદન બાદ હવે અમિષા પટેલે તેને જડબાતોડ જવાબ આપ્યો છે. 



સાસુનો રોલ કરવાનો સ્પષ્ટ ઇન્કાર

ઘટના અમ છે કે, અમિષા પટેલે ગદર ફ્રેન્ચાઇઝીના ત્રીજા પાર્ટમાં સાસુનો રોલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો, જે અનિલ શર્માને પસંદ નહોતું આવ્યું. ગદર અને ગદર 2 ની હિટ બાદ ત્રીજી ફિલ્મમાં પણ તે સકીના એટલે કે અમિષા પટેલને કાસ્ટ કરવા માગતો હતો, પરંતુ સાસુના રોલમાં. પરંતુ એક્ટ્રેસે આ રોલ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. તાજેતરમાં જ ડાયરેક્ટરે એક્ટ્રેસની આલોચના કરી હતી, જે તેનાથી સહન થયું.

આ પણ વાંચો: 'પુષ્પા-2'ને ટક્કર આપવા આવી ગઇ આ ફિલ્મ, પહેલા દિવસે જ ભારતમાં કરી દીધી કમાલ

ડાયરેક્ટરને અમિષા પટેલનો જડબાતોડ જવાબ

અમિષા પટેલે સોશિયલ મીડિયા પર અનિલ શર્માને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે X હેન્ડલ પર અનિલ શર્માના તાજેતરના નિવેદનનો આર્ટિકલનો સ્ક્રીનશોટ શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, 'પ્રિય અનિલ શર્માજી. આ માત્ર એક ફિલ્મ છે અને કોઈ પરિવારની વાસ્તવિકતા નથી. તેથી સ્ક્રીન પર મને એ કહેવાનો અધિકાર છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હું તમારું ખૂબ સમ્માન કરું છું, પરંતુ ગદર અથવા કોઈપણ ફિલ્મમાં સાસુનો રોલ ક્યારેય નહીં કરીશ, ભલે તેના માટે મને 100 કરોડ આપવામાં આવે.' 



માતા બનવા પર બોલી એક્ટ્રેસ

અમિષા પટેલે બીજા એક ટ્વીટમાં કહ્યું કે, 'પ્રિય અનિલજી જેમ કે, તમે અને બધા જાણે છે કે ગદર 2 માં મેં માત્ર એક માતાનો રોલ કર્યો છે કારણ કે 23 વર્ષ પહેલા ગદર 1 માં મેં એ જ પસંદ કર્યું હતું અને મને એ બ્રાન્ડ પર ખૂબ જ ગર્વ છે અને હંમેશા રહેશે પરંતુ આ લાઇફમાં હું ચિલ રહેવાનું પસંદ કરીશ, પરંતુ સાસુનો રોલ નહીં કરું.'

આટલું જ નહીં અમિષા પટેલે અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, લોકો સકીના અને તારા ને સાસુ-સસરાના રોલમાં જોવા નથી માગતા. 


Google NewsGoogle News