અમન દેવગણ અને રાશાની ડેબ્યૂ ફિલ્મ આઝાદ જાન્યુ.માં રીલિઝ થશે
- બોલીવૂડમાં વધુ બે સ્ટાર કિડ્ઝનું લોન્ચિંગ
- અજય દેવગણના ભત્રીજા સાથે હિરોઈન તરીકે રવીના ટંડનની દીકરી.
મુંબઇ : અજય દેવગણના ભત્રીજા અમન દેવગણ તથા રવીના ટંડનની દીકરી રાશાની પહેલી ફિલ્મ 'આઝાદ' આગામી જાન્યુઆરીની ૧૭મી તારીખે રીલિઝ કરવામાં આવશે. આમ બોલીવૂડમાં એકસાથે બે સ્ટારકિડ્ઝ આગામી મહિને લોન્ચ થઈ રહ્યાં છે.
આ ફિલ્મમાં અજય દેવગણની પણ નાનકડી ભૂમિકા છે. ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂરે કર્યું છે.
ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રીલિઝ કરાયું હતું. ફિલ્મના અન્ય કલાકારોમાં ડાયના પેન્ટીનો પણ સમાવેશ થાય છે.
હવે અજય દેવગણને જાતે જ ફિલ્મની રીલિઝ ડેટ પણ એનાઉન્સ કરી દીધી છે. ફિલ્મની વાર્તા ભારતની આઝાદી પહેલાંના સમયની હોવાનું કહેવાય છે.
ફિલ્મની હિરોઈન રાશા સોશિયલ મીડિયા પર બહુ સારું ફેન ફોલોઈંગ ધરાવે છે. તેની માતા રવીના સાથેની તેની તસવીરો સતત વાયરલ થયા કરતી હોય છે. રાશાના પિતા અનિલ થડાની બોલીવૂડના બહુ મોટાં ગજાંના ડિસ્ટ્રિબ્યૂટર મનાય છે. આથી, ફિલ્મને સ્ક્રીન કાઉન્ટ મેળવવામાં બહુ તકલીફ નહિ પડે.