અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ દિગ્દર્શક એટલી સાથે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ દિગ્દર્શક એટલી સાથે 1 - image


- આ એક જબરદસ્ત એકશન થ્રિલર હશે જેના માટે અભિનેતા ૧૦૦ કરોડ રૂપિયા લેશે

મુંબઇ: જવાન ફિલ્મ સુપરહિટ થયા પછી ટોચના કલાકારો એટલી સાથે કામ કરવા ઇચ્છે છે. તેવામાં એટલીની આગામી ફિલ્મની ચર્ચા શરૂ થઇ ગઇ છે. કહેવાય છે કે, એટલી હવે પુષ્પા ટુ એકટર અલ્લુ અર્જુન સાથે નવો પ્રોજેક્ટ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ એક એકશન થ્રિલર ફિલ્મ હશે. જેના માટે અલ્લુ અર્જુને રૂપિયા ૧૦૦ કરોડ જેટલું મહેનતાણું લીધું છે. 

એક રિપોર્ટ અનુસાર,એટલીની આગામી ફિલ્મ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સાથેની છે. છેલ્લા એક વરસથી એટલી અને અલ્લુ અર્જુન વચ્ચે આ ફિલ્મ બાબતે વાતચીત ચાલી રહી હતી. હવે ફાઇનલ સ્ટેજ પર ડિસ્કશન ચાલી રહ્યું છે. અલ્લુ અર્જુને હાલમાં જ એટલી અને તેની ફિલ્મ જવાન અને શાહરૂખ ખાનના  વખાણ એક પોસ્ટ દ્વારા કર્યા હતા. 

કહેવાય છે કે, એટલની આ નવી ફિલ્મ એકશન ફિલ્મ હશે જેમાં ઘણા સ્ટંટ અને એકશન તેમજ ફાઇટ દ્રશ્યો જોવા મળશે. આ ફિલ્મને હિંદી ઉપરાત તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં બનાવામાં આવશે. ફિલ્મનું સંગીત પણ જવાનના મ્યુઝિક ડાયરેકટર અનિરુદ્ધ રવિચંદર આપશે. 

અલ્લુ અર્જુન અને એટલીની આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪માં શરૂ કરવાની યોજના છે. .


Google NewsGoogle News