અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' એ મચાવી ધૂમ, એડવાન્સ બુકિંગના મામલે RRR અને જવાનનો તોડ્યો રેકોર્ડ
Image: Facebook
Pushpa 2 Advance Booking: પુષ્પા-2 ને હવે થિયેટર્સમાં રિલીઝ થવામાં 8 દિવસ બાકી છે પરંતુ આ પહેલા જ તે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મ વિશ્વભરમાં એક શાનદાર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ પહેલેથી જ યુએસમાં આરઆરઆર અને જવાન જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી શ્રેષ્ઠ પરફોર્મ કરી રહી છે. સોમવારે ટ્રેડ ટ્રેકર વેંકી બોક્સ ઓફિસે યુએસ પ્રીમિયર માટે ફિલ્મનું એડવાન્સ બુકિંગ કલેક્શન શેર કર્યું છે.
ટ્રેડ એનાલિસ્ટે એક્સ પર લખ્યુ, "#Pushpa2TheRule યુએસએ પ્રીમિયર એડવાન્સ સેલ્સ: $1,383,949 - 900 લોકેશન- 3420 શો - 50008 ટિકિટ વેચાઈ. રવિવારે સાંજ સુધી પુષ્પા 2 એ યુએસમાં 50,000 થી વધુ ટિકિટ વેચી હતી જ્યારે રિલીઝમાં 10 દિવસ બાકી હતા. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર અમેરિકામાં એડવાન્સ બુકિંગ કલેક્શન 1.458 મિલિયન ડોલર (લગભગ 12 કરોડ રૂપિયા) ને પાર કરી ગયુ છે 'જે એક રેકોર્ડ છે.'
આ પણ વાંચો: અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં અમિતાભે ભરપૂર વખાણ કર્યાં
બિઝનેસ એનાલિસ્ટનું કહેવું છે કે ફિલ્મ નવ દિવસ પહેલા જ 1.5 મિલિયન ડોલરને પાર કરી જશે. તેનો અર્થ છે કે આ એસએસ રાજામૌલીની આરઆરઆર અને શાહરુખ ખાનની જવાનથી આગળ નીકળી જશે જે તાજેતરના દિવસોમાં અમેરિકામાં બે સૌથી મોટી ભારતીય ફિલ્મો છે. બંને ફિલ્મોએ ઉત્તરી અમેરિકામાં 15 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી અને ટોપ પાંચ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં સામેલ છે. પુષ્પા 2 શાહરૂખની બીજી 2023 બ્લોકબસ્ટર, પઠાણની સ્પીડથી મેળ ખાઈ રહી છે અને અમેરિકામાં ભારત માટે ઓલ ટાઈમ રેકોર્ડ હોલ્ડર - બાહુબલી 2 (જેણે 20 મિલિયન ડોલર) થી પાછળ છે.
5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે પુષ્પા 2
સુકુમારના ડાયરેક્શનમાં બનેલી પુષ્પા 2: ધ રાઈઝ ડાયરેક્ટરની 2021ની પેન ઈન્ડિયા હિટ પુષ્પા: ધ રાઈઝની સિક્વલ છે. આ ફિલ્મ જેને અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ફિલ્મો પૈકીની એક માનવામાં આવે છે. જે 5 ડિસેમ્બરે સ્ક્રીન પર રિલીઝ થવા માટે તૈયાર છે.