અલ્લુ અર્જુનની નવી ફિલ્મ એટલી સાથે હોવાનું કન્ફર્મ થયું
- પુષ્પા ટૂ પછી આ ફિલ્મનું શૂટિંગ કરશે
- આ ફિલ્મ પણ પુષ્પાની જેમ સમગ્ર ભારતના દર્શકોને ધ્યાને રાખીને બનાવાશે
મુંબઈ : અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ડાયરેક્ટર એટલી સાથે હોવાનું નક્કી થઈ ગયું છે. બહુ લાંબા સમયથી આ અંગે અટકળો ચાલતી હતી.
એટલીએ ડિરેક્ટ કરેલી શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મ થોડા સમય પહેલાં રીલીઝ થઈ હતી. તે પછી તેઓ અલ્લુ અર્જુનને હિરો તરીકે લઈને ફિલ્મ બનાવી રહ્યા છે તેવી અટકળો લાંબા સમયથી ચાલતી હતી.
'જવાન' પછી બોલીવૂડના અનેક દિગ્દર્શક એટલીની ફિલ્મમાં કામ કરવા આતુર છે. જોકે, એટલીએ આ વખતે સાઉથના સ્ટાર પર જ પસંદગી ઉતારી છે. જોકે, આ ફિલ્મ સમગ્ર ભારતના દર્શકોને ધ્યાને રાખીને બનાવવામાં આવશે.
ફિલ્મનું શૂટિંગ જોકે, આગામી વર્ષના અંત સુધીમાં શરુ થવાની ધારણા છે. અલ્લુ અર્જુન હાલ 'પુષ્પા ટૂ'ના બીજા ભાગના શુૂટિંગમાં વ્યસ્ત છે. તે પછી તે તેના પ્રમોશનમાં વ્યસ્ત રહેશે. ત્યારબાદ તે એટલીની ફિલ્મનું શૂટિંગ શરુ કરશે તેવી ધારણા સેવાય છે.
આ ફિલ્મ અંગે નિર્માતાઓ ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરે તેવી સંભાવના છે.