'Pushpa 2'ના સેટથી લીક થયો અલ્લૂ અર્જુનનો લુક, બનારસી સાડી પહેરેલો ફોટો વાયરલ

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
'Pushpa 2'ના સેટથી લીક થયો અલ્લૂ અર્જુનનો લુક, બનારસી સાડી પહેરેલો ફોટો વાયરલ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 30 જાન્યુઆરી 2024 મંગળવાર

અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 આ વર્ષે રિલીઝ થવાની છે. સાઉથ સુપરસ્ટાર અત્યારે પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હજુ ફિલ્મનું ટીઝર કે કોઈ ગીત રિલીઝ કરવામાં આવ્યુ નથી પરંતુ ફિલ્મના સેટથી તેમનો એક ફોટો લીક થઈ ગયો છે. પુષ્પા 2 ના સેટથી લીક થયેલી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પુષ્પા 2ના સેટથી લીક થયેલા આ વાયરલ ફોટોમાં અલ્લુ અર્જુનને 'ગંગમ્મા તલ્લી' અવતારમાં જોઈ શકાય છે. આ તે જ લુક છે જેને ફિલ્મના ફર્સ્ટ-લુક પોસ્ટરમાં પણ શેર કરવામાં આવ્યો હતો. આ તસવીરમાં સુપરસ્ટાર બ્લૂ કલરની બનારસી સાડી પહેરેલો ખુરશી પર બેસેલો નજર આવી રહ્યો છે. લીક થયેલી તસવીર પર ચાહકો ખૂબ રિએક્ટ કરી રહ્યા છે.

શું છે 'ગંગમ્મા તલ્લી જથારા'?

અલ્લુ અર્જુનનો ગંગમ્મા તલ્લી જથારા લુક તિરુપતિનું ફેમસ રિચ્યુઅલ છે જે દર વર્ષે એક અઠવાડિયા સુધી મનાવવામાં આવે છે. તેના અંતિમ દિવસે પુરુષ મહિલાઓની જેમ સજે છે અને ગંગમ્માની જેમ દેખાય છે.

આ ફિલ્મ સાથે પુષ્પા 2 ની ટક્કર થશે

સુકુમારના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'પુષ્પા: ધ રુલ' આ વર્ષની મોસ્ટ અવેટેડ સીકવલ્સ પૈકીની એક છે. ફિલ્મ 15 ઓગસ્ટ 2024એ વર્લ્ડવાઈડ ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. સાઉથની આ ફિલ્મની બોલીવુડ એક્ટર અજય દેવગણની ફિલ્મ સાથે થિયેટર્સમાં ટક્કર થશે. અજયની 'સિંઘમ અગેન' 15 ઓગસ્ટ 2024એ જ થિયેટર્સમાં રિલીઝ થશે.

'પુષ્પા: ધ રાઈઝ' ની સીકવલ છે 'પુષ્પા: ધ રુલ'

'પુષ્પા: ધ રુલ' પહેલા વર્ષ 2021માં 'પુષ્પા ધ રાઈઝ' રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી હતી. આ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો પૈકીની એક હતી.


Google NewsGoogle News