Get The App

અલ્લૂ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'એ ભારતમાં પાર કર્યો 600 કરોડનો આંકડો, જાણો વર્લ્ડવાઇડ કલેક્શન

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
અલ્લૂ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'એ ભારતમાં પાર કર્યો 600 કરોડનો આંકડો, જાણો વર્લ્ડવાઇડ કલેક્શન 1 - image


Image: Facebook

Pushpa 2 The Rule Box Office Collection: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રુલ' ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્મ 5 ડિસેમ્બરે પડદા પર આવી અને પહેલા દિવસથી જ દરરોજ રેકોર્ડ તોડ કલેક્શન કરી રહી છે. 'પુષ્પા 2: ધ રુલ' ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વભરમાં દરરોજ કરોડોનો વેપાર કરી રહી છે. લગભગ 6 દિવસમાં ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 600 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

'પુષ્પા 2: ધ રુલ' એ પહેલા દિવસે 164.25 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું. પેડ પ્રીવ્યૂની સાથે આ કલેક્શન 174.95 કરોડ રૂપિયા થઈ ગયા હતા. બીજા દિવસે અલ્લુ અર્જુનની ફિલ્મનું કલેક્શન 93.8 કરોડ, ત્રીજા દિવસે 119.25 કરોડ અને ચોથા દિવસે 141.05 કરોડ રૂપિયા રહ્યો. પાંચમાં દિવસે 'પુષ્પા 2: ધ રુલ' એ 64.45 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. હવે છઠ્ઠા દિવસે ફિલ્મે અત્યાર સુધી (10.30 મિનિટ સુધી) 53.4 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

'પુષ્પા 2: ધ રુલ' નું ડે-વાઈઝ કલેક્શન

દિવસ  


ઈન્ડિયા નેટ કલેક્શન

દિવસ 0 


10.65 કરોડ

દિવસ 1 


164.25 કરોડ

દિવસ 2 


93.8 કરોડ

દિવસ 3 


119.25 કરોડ

દિવસ 4 


141.05 કરોડ

દિવસ 5


64.45 કરોડ

દિવસ 6


53.4 કરોડ

કુલ 


646.85 કરોડ

'પુષ્પા 2: ધ રુલ' એ તોડ્યો 'સ્ત્રી 2' નો રેકોર્ડ

'પુષ્પા 2: ધ રુલ' એ 6 દિવસમાં કુલ 646.85 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે અને આ સાથે ફિલ્મે 'સ્ત્રી 2' નો રેકોર્ડ તોડી દીધો છે. આ વર્ષે પડદા પર આવેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 597.99 કરોડ રૂપિયા કમાયા હતા. 'સ્ત્રી 2' ને પછાડીને 'પુષ્પા 2: ધ રુલ' હવે ભારતની સૌથી વધુ કમાનારી ફિલ્મોની લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આવી ગઈ છે. 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સાથે કપૂર પરિવારની મુલાકાત, જેહ-તૈમૂર માટે મોકલી ખાસ 'ભેટ'

વર્લ્ડવાઈડ 900 કરોડ ક્લબમાં 'પુષ્પા 2: ધ રુલ' ની એન્ટ્રી

વર્લ્ડવાઈડ પણ પુષ્પા 2:ધ રુલનો જલવો છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ વિશ્વભરમાં 900 કરોડ ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. 


Google NewsGoogle News