આમિર ખાનની ગજની ટુ માટે અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદને રસ
- 1000 કરોડ રૂપિયાના બજેટમાં નિર્માતાને તમિલ અને હિંદી બન્નેમાં બનાવવાની યોજના
મુંબઇ : આમિર ખાનની ફિલ્મ ગજની હિટ ફિલ્મ હતી. હવે તેની સીકવલ એટલે કે ગજની ટુને લઇને અપડેટ આવ્યું છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદને આમિર ખાનની ગજનીની સીકવલ બનાવામાં રસ છે. તે ૧૦૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથે તમિલ અને હિંદીમાં ગજની ટુની યોજના કરી રહ્યો છે.તમિલ ભાષામાં સૂર્યા અને હિંદીમાં આમિર ખાન સાથે આ ફિલ્મના નિર્માણની યોજના થઇ રહી છે.
હાલમાં આમિર ખાન સાઉથના સ્ટાર્સ નાગાચૈતન્ય અને સાઇ પલ્લવીની ફિલ્મ તંડેલના ટ્રેલર લોન્ચની ઇવેન્ટમાં સામેલ થયો હતો. જેમાં અલ્લુ અરવિંદ પણ આવ્યો હતો અને તેણે ગજની ટુ બનાવવાનો પોતાનો વિચાર જણાવ્યો હતો. અલ્લુ અરવિંદે મીડિયા સાથેની વાતચતીમાં જણાવ્યુ ંહતુ ંકે, મને આમિર ખાન સાથે ૧૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી ફિલ્મ ગજની ટુ બનાવવામાં રસ છે. ત્યારે આમિર ખાને પોતાન ું રિએકશન આપતાં કહ્યુ ંહતુ ંકે, હાલ ગજની ટુને લઇને ઇન્ટરનેટ પર ઘણું ચાલી રહ્યું છે. આ પછી લોકોએ અટકળ બાંધી છે કે, ગજની ટુની ઘોષણા જલદી થઇ શકે એમ છે. આ ફિલ્મને નિર્માતા અલ્લુ અરવિંદ તમિલ અને હિંદીમાં બનાવવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની ગજની ૨૦૦૮માં રિલીઝ થઇ હતી. જેમાં જિયા ખાન મહત્વપૂર્ણ ભૂમિકામાંહતી.
આ ફિલ્મને એ આર મુરુગાદોસે દિગ્દર્શન કર્યું હતું. તેમજ આ ફિલ્મે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કલેકશન કર્યુ ંહતું. જે એ સમયે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ કમાણીકરનારી બોલીવૂડની પહેલી ફિલ્મ હતી.