Get The App

અલ્લુ અર્જુન બનશે શક્તિમાન? એક્ટર મુકેશ ખન્નાનું નિવેદન

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જુન બનશે શક્તિમાન? એક્ટર મુકેશ ખન્નાનું નિવેદન 1 - image


Image: Facebook

Mukesh Khanna: એક્ટર મુકેશ ખન્નાના નિભાયેલા આઈકોનિક સુપરહીરો કેરેક્ટર શક્તિમાન પર ફિલ્મ બનવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. તેના રાઈટ્સ ખરીદવા માટે યશરાજ ફિલ્મ્સની ટીમે તેનો કોન્ટેક્ટ પણ કર્યો હતો, પરંતુ મુકેશે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એક્ટર નથી ઈચ્છતો કે રણવીર સિંહ આ પાત્ર નિભાવે. જોકે, તેણે અલ્લુ અર્જુનના નામ પર મોહર લગાવી દીધી છે.

મુકેશે જણાવ્યું કે 'ન માત્ર રણવીર સિંહ પરંતુ આદિત્ય ચોપડાની ટીમે પણ મારો કોન્ટેક્ટ કર્યો હતો જેથી તે શક્તિમાનના રાઈટ્સ ખરીદી શકે. આ વાતને વર્ષો વીતી ચૂક્યા છે પરંતુ મે તાત્કાલિક આ ઓફરને રિજેક્ટ કરી દીધી હતી.  

યશરાજ ફિલ્મ્સે ઠુકરાવી ઓફર

મુકેશે કહ્યું, દસ વર્ષ પહેલા આદિત્ય ચોપડાના ગ્રૂપે મારો સંપર્ક કર્યો હતો. તેમણે મને પૂછ્યું કે શું હું તેમને શક્તિમાનના રાઈટ્સ આપી શકું છું. તે સમયે સંયોગથી રણવીર સિંહની શક્તિમાનના રૂપમાં ચાહકોની બનાવાયેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી અને પછી અચાનક મને રાઈટ્સ માટે કોલ આવ્યો હતો તો મે કહ્યું, 'હું રાઈટ્સ આપીશ નહીં.' મે તેમને કહ્યું, 'આદિત્યને કહો, ભલે તે કોઈ પણ હોય, જો તમે તેને બનાવવા માગો છો તો મારી સાથે બનાવો, હું તેને ડિસ્કો ડ્રામા બનાવવા માટે અધિકાર આપવા માગતો નથી, મે ના પાડી દીધી.

આ પણ વાંચો: કેટલી વખત સાબિત કરું કે ભારતને પ્રેમ કરું છું: ટ્રોલર્સને દિલજીત દોસાંઝનો જવાબ, જાણો કેમ થયો હતો વિવાદ

મુકેશ, અલ્લુ અર્જુનને લઈને પોતાની પસંદ વ્યક્ત કરી ચૂક્યો છે. તેણે કહ્યું હતું, 'મને લાગે છે કે મારે અલ્લુ અર્જુન તરફ ફિલ્મ જોવી જોઈએ. સાથે જ હું એ પણ કહેવા માગું છું કે તેમાં શક્તિમાન બનવાની ક્ષમતા છે. હું એ કહી રહ્યો નથી કે તે આવું કરી રહ્યો છે કે કંઈ બીજું. હું માત્ર એ સૂચન આપી રહ્યો છું કે આ તેની પર સારું લાગશે. તેની પાસે આને નિભાવવા માટે લાયક વ્યક્તિત્વ છે.

રણવીરને કાસ્ટ કરવાના વિરુદ્ધ

મુકેશ ખન્ના, રણવીર સિંહને લઈને વાત કહી ચૂક્યા છે કે હું તેને શક્તિમાન તરીકે જોતો નથી. એક એક્ટર દરેક પ્રકારની ભૂમિકા નિભાવી શકે છે પરંતુ શક્તિમાન કોઈ પણ ભૂમિકા નથી. શક્તિમાનનું પાત્ર નિભાવવા માટે માત્ર એક્ટર હોવું જ પૂરતું નથી. તમારી પાસે યોગ્ય ચહેરો હોવો જોઈએ. હું તેના ચહેરા પર અટકેલો છું, હું તેના ટેલેન્ટ પર અટક્યો નથી. લોકો મને યાદ અપાવે છે કે તેણે ખૂબ કામ કર્યું છે. તેણે ખિલજીનું પાત્ર નિભાવ્યું છે. મે તેને કહ્યું કે તે એક સારો અભિનેતા છે પરંતુ હું તેના ચહેરાથી સંતુષ્ટ નથી. જોકે આટલી ચર્ચા બાદ સમાચાર આવ્યા કે શક્તિમાનને બનાવવાનો નિર્ણય હાલ રદ કરી દેવાયો છે.


Google NewsGoogle News