Get The App

જેલથી મુક્ત થયા બાદ ચિરંજીવીને મળવા પહોંચ્યા અલ્લૂ અર્જુન, એક્ટરનો વીડિયો થયો વાઈરલ

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
જેલથી મુક્ત થયા બાદ ચિરંજીવીને મળવા પહોંચ્યા અલ્લૂ અર્જુન, એક્ટરનો વીડિયો થયો વાઈરલ 1 - image

Allu Arjun meets Chiranjeevi : સાઉથ સિનેમાના સ્ટાર અભિનેતા અલ્લુ અર્જુન રવિવારે તેના કાકા મેગાસ્ટાર ચિરંજીવીના ઘરે પહોંચ્યો હતો. ચિરંજીવીના ઘરે જતા અલ્લુ અર્જુનનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે.  

પત્ની અને બાળકો સાથે ચિરંજીવીના ઘરે પહોંચ્યો અલ્લુ અર્જુન

અન્ય એક વીડિયોમાં અલ્લુ અર્જુન પત્ની સ્નેહા રેડ્ડી અને તેમના બાળકો સાથે તેના ઘરે પહોંચતો જોવા મળ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી ચિરંજીવીની પત્ની સુરેખા શનિવારે અર્જુનના જ્યુબિલી હિલ્સના ઘરે પહોંચીયા હતા. અગાઉ શુક્રવારે અર્જુનની ધરપકડ પછી તરત જ ચિરંજીવી અર્જુનના ઘરે મુલાકાત માટે પહોંચ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?

4 ડિસેમ્બરે સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મની ચોથી ડિસેમ્બરે હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં યોજાયેલી સ્ક્રીનિંગમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. જેમાં મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : શૂટિંગ છોડીને અલ્લુ અર્જુનના ઘરે પહોંચ્યા ચિરંજીવી, પવન કલ્યાણ સ્પેશિયલ ફ્લાઇટથી રવાના

જેલમાં વિતાવવી પડી રાત અલ્લુ અર્જુને

ધરપકડ સમયે અલ્લુ અર્જુનની પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડી, ભાઈ અલ્લુ સિરીશ અને પિતા અને નિર્માતા અલ્લુ અરવિંદ હાજર રહ્યા હતા. અર્જુનની ધરપકડ કરીને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અર્જુનને તે જ સાંજે હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ તેને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. અને શનિવારે સવારે તે પોતાના ઘરે પહોંચ્યો હતો.

જેલથી મુક્ત થયા બાદ ચિરંજીવીને મળવા પહોંચ્યા અલ્લૂ અર્જુન, એક્ટરનો વીડિયો થયો વાઈરલ 2 - image



Google NewsGoogle News