પઠાણ, જવાન, સ્ત્રી-2 બધાની કમાણીના રેકોર્ડ તૂટ્યાં, બોક્સ ઓફિસ પર 'પુષ્પા-2' બની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2 Becomes Biggest Film Ever: જ્યારે અલ્લુ અર્જુન ફિલ્મ 'પુષ્પા 1: ધ રાઇઝ' 2021 માં થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે તેલુગુ સ્ટારની ફિલ્મ જોઈને લોકો તેના ફેન બની ગયા હતા. પરંતુ હવે 'પુષ્પા 2: ધ રૂલ' સાથે, અલ્લુ અર્જુનના સ્ટારડમમાં વધારો કરી દીધો છે.
હિન્દી બોક્સ ઓફિસ પર સૌથી મોટી ફિલ્મ બની 'પુષ્પા 2'
'પુષ્પા 2', જે પહેલા દિવસથી લોકોનું મનોરંજન કરી રહી છે, તે હવે હિન્દી બોક્સ ઓફિસ પર સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ સાથે જ અલ્લુ અર્જુન આ આવી સફળતા મેળવનારો બીજો સાઉથ સ્ટાર બની ગયો છે. આ પહેલા પ્રભાસની 'બાહુબલી 2' હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
બીજા સપ્તાહમાં પણ જોરદાર કમાણી
અલ્લુ અર્જુનની ફિલ્મ, જે પહેલા દિવસથી થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, તેણે શરૂઆતથી જ બતાવ્યું હતું કે તે ખરેખર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જયારે બીજા વીકએન્ડમાં જ 'પુષ્પા 2' એ રૂ.128 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું અને આ સાથે જ બીજા સપ્તાહના અંતે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ વકીંગ ડેના કલેક્શન સાથે નેટ કલેક્શન રૂ. 633 કરોડથી થઇ ગયું છે. જયારે ફિલ્મ 'સ્ત્રી-2'એ 9 અઠવાડિયામાં રૂ. 627 કરોડની કમાણી કરી હતી, જયારે પુષ્પા-2 આ રેકોર્ડ માત્ર 15 દિવસમાં જ તોડી નાખ્યો.
અલ્લુ અર્જુને ઓલ ટાઈમ ટોપ રેકોર્ડ બનાવ્યો
2024માં રિલીઝ થયેલી બોલીવુડની હોરર કોમેડી 'સ્ત્રી-2' શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર 'જવાન'ને પછાડીને સૌથી મોટી હિન્દી ફિલ્મ બની હતી. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મે 'જવાન'નો 584 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પરંતુ 'સ્ત્રી 2' નો રેકોર્ડ 6 મહિના પણ ટકી શક્યો નથી. જો ટોપ 5 ફિલ્મોની વાત કરવામાં આવે તો...
1. પુષ્પા 2 – રૂ. 633 કરોડ
2. સ્ટ્રી 2 - રૂ. 627 કરોડ
3. જવાન - રૂ. 584 કરોડ
4. ગદર 2 - રૂ. 525.70 કરોડ
5. પઠાણ - રૂ. 524.53 કરોડ.