અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવી, બીજી તરફ પુષ્પા-2એ કમાણીમાં તોડ્યા ચાર રેકૉર્ડ
Pushpa 2 Box Office Collection: એક રાત જેલમાં વિતાવ્યા બાદ આજે સવારે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. ગઈ કાલે સવારે સંધ્યા થિયેટર કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 18 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા છે. અલ્લુ અર્જુનને ભલે આખી રાત જેલમાં વિતાવવી પડી હોય, પરંતુ તેની ફિલ્મ પુષ્પા 2 ની કમાણી પર તેની કોઈ અસર નથી થઈ. તેનાથી વિપરીત ફિલ્મે 4 રેકોર્ડ બનાવી દીધા છે. ચાલો જાણીએ આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી અને કયા રેકોર્ડ બનાવ્યા.
વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 1150 કરોડનો બિઝનેસ કર્યો
પુષ્પા 2' એ માત્ર નવ દિવસમાં ગ્લોબલી 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેડ વેબસાઈટ સેકનિલ્કના રિપોર્ટ પ્રમાણે ફિલ્મે નવમા દિવસે એટલે કે 13મી ડિસેમ્બરે માત્ર દેશમાંથી જ 36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જેમાં હિન્દી વર્ઝનમાંથી 27 કરોડ રૂપિયા કલેક્ટ કર્યા છે. નવ દિવસ બાદ ભારતમાં ફિલ્મનું ટોટલ કલેક્શન 762.1 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બીજી તરફ વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 1150 કરોડનો બિઝનેસ કરી લીધો છે.
રાજામૌલીની ફિલ્મ RRRની કમાણીને પાર કરવા માટે હજુ પણ 'પુષ્પા 2'ને ઈન્ડિયામાં 20 કરોડ રૂપિયા અને ગ્લોબલી 80 કરોડ રૂપિયાની જરૂર છે. આ ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે તે પ્રમાણે લાગે છે કે તે ટૂંક સમયમાં RRRની કમાણીને પણ પાર કરી જશે. આ ઉપરાંત પુષ્પા 2 એ ચાર રેકોર્ડ બનાવ્યા છે.
1. સૌથી મોટી ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મ બની.
2. પ્રથમ વીકેન્ડ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ.
3. પહેલા અઠવાડિયામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
4. આ સાથે જ સૌથી ઝડપી 250 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.
આ ત્યારે થયું છે જ્યારે આ ફિલ્મ ન તો કોઈ મોટા તહેવાર પર રિલીઝ થઈ છે કે ન તો કોઈ મોટી રજા પર. 'પુષ્પા 2'ની કમાણીથી સમગ્ર ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ છે. તેણે કમાણીના મામલે એક નવો બેન્ચમાર્ક સેટ કરી દીધો છે. આ ફિલ્મનું માત્ર હિન્દી વર્ઝન જ બીજા સપ્તાહમાં જ રૂ. 500 કરોડની કમાણી કરી લે તેવી આશા છે. નવ દિવસ બાદ તેના હિન્દી વર્ઝને 452 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો: અલ્લુ અર્જુનના ઘરે ફિલ્મી સિતારાઓનો જમાવડો, વિજય દેવરકોંડા-નાગા ચૈતન્યએ કરી મુલાકાત
ફિલ્મના વર્ઝન પ્રમાણે કમાણી
તેલુગુ વર્ઝન- 249.5 કરોડ
હિન્દી વર્ઝન- 452.1 કરોડ
તમિલ વર્ઝન- 42.4 કરોડ
કન્નડ વર્ઝન- 5.5 કરોડ
મલયાલમ વર્ઝન- 12.6 કરોડ